ટેસ્ટ-ક્રિકેટમાં ભવિષ્ય અનિશ્ચિત
મિચલ માર્શ
ઑસ્ટ્રેલિયાના લિમિટેડ ઓવર્સના ફૉર્મેટના કૅપ્ટન મિચલ સ્ટાર્કે પોતાની ક્રિકેટ-કરીઅર માટે મોટો નિર્ણય લીધો છે. ૩૪ વર્ષના મિચલ માર્શે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ શેફીલ્ડ શીલ્ડમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ૧૨૨ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં માર્શે ૧૩ સદી અને ૨૯ ફિફ્ટીના આધારે ૬૪૧૫ રન બનાવ્યા છે અને ૧૭૧ વિકેટ લીધી છે.
મિચલ માર્શે શેફીલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટમાં વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા માટે ૨૦૦૯માં ૧૮ વર્ષની ઉંમરે આ ટુર્નામેન્ટમાં ડેબ્યુ કર્યું હતું. આ નિર્ણયથી ઑસ્ટ્રેલિયા માટેની તેની ટેસ્ટ-કરીઅરના ભવિષ્ય વિશે અનિશ્ચિતતા ઊભી થઈ છે. તેણે છેલ્લે ડિસેમ્બર ૨૦૨૪માં ભારત સામે મેલબર્નમાં ટેસ્ટ-મૅચ રમી હતી.


