ઇંગ્લૅન્ડ સામેની પ્રતિષ્ઠિત ઍશિઝ ટેસ્ટ-સિરીઝ પહેલાં ઑસ્ટ્રેલિયાને વધુ એક ફટકો પડ્યો છે.
ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ
ઇંગ્લૅન્ડ સામેની પ્રતિષ્ઠિત ઍશિઝ ટેસ્ટ-સિરીઝ પહેલાં ઑસ્ટ્રેલિયાને વધુ એક ફટકો પડ્યો છે. ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે આગામી શુક્રવારથી પર્થમાં શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની ઓછામાં ઓછી પ્રથમ ઍશિઝ ટેસ્ટ-મૅચમાંથી બહાર રહેશે. બુધવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શેફીલ્ડ શીલ્ડ ડોમેસ્ટિક ફર્સ્ટ-ક્લાસ મૅચ દરમ્યાન હેઝલવુડને ઇન્જરી થઈ હતી.
ઇંગ્લૅન્ડ સામે સ્ટીવ સ્મિથના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયા નબળા ફાસ્ટ બોલિંગ આક્રમણ સાથે ઊતરશે. હેઝલવુડ પહેલાં ફાસ્ટ બોલર અને કૅપ્ટન પૅટ કમિન્સ પણ ઇન્જરીને કારણે પહેલી પર્થ ટેસ્ટ-મૅચમાંથી બહાર થયો હતો. ઇંગ્લૅન્ડના સ્ટાર ફાસ્ટ બોલર માર્ક વુડને પણ થોડા સમય માટે હૅમસ્ટ્રિંગ ઇન્જરી થઈ હતી. જોકે એ ઇન્જરીમાંથી સ્વસ્થ થઈ ગયો છે અને પર્થ ટેસ્ટ-મૅચ રમવા માટે તૈયાર છે.


