એક વર્ષથી વધુ સમયથી ઇન્ટરનૅશનલ ક્રિકેટથી દૂર રહેલા શાકિબ-અલ-હસને કરી સ્પષ્ટતા...
શાકિબ-અલ-હસન
એક વર્ષથી વધુ સમયથી ઇન્ટરનૅશનલ ક્રિકેટથી દૂર રહેલા શાકિબ-અલ-હસને ગયા વર્ષે ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે ઇંગ્લૅન્ડના ક્રિકેટર મોઈન અલીના પૉડકાસ્ટમાં તેણે સ્પષ્ટતા કરી છે કે ‘મેં ઑફિશ્યલી બધાં ફૉર્મેટમાંથી નિવૃત્તિ લીધી નથી. આ પહેલી વાર છે જ્યારે હું આ કહી રહ્યો છું. મારી યોજના બંગલાદેશ પાછા જઈને ત્રણેય ફૉર્મટની સંપૂર્ણ શ્રેણી રમવાની છે અને પછી નિવૃત્તિ લેવાની છે.’
શાકિબ-અલ-હસન મે ૨૦૨૪થી બંગલાદેશ પાછો ફર્યો નથી. ગયા વર્ષે ઑગસ્ટમાં આવામી લીગ સરકારને સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા પછી પાર્ટીના ભૂતપૂર્વ સંસદસભ્ય શાકિબનું નામ એક કથિત હત્યા-કેસમાં FIRમાં નોંધાયું હતું. જોકે એ સમયે તે દેશમાં નહોતો. ત્યારથી તેણે પાકિસ્તાન અને ભારતમાં ટેસ્ટ-મૅચ રમી છે. કાનપુરમાં ભારત સામેની બીજી ટેસ્ટ તેની છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ હતી.


