શાળાનાં બાળકો, ક્રિકેટપ્રેમીઓ, અધિકારીઓ, વિવિધ સામાજિક અને રમતગમત સંગઠનોના સભ્યો આ શોમાં જોડાયાં હતાં
રોડ-શો દરમ્યાન ૧૫૦થી વધુ પોલીસ અને ટ્રાફિક-કર્મચારીઓને તહેનાત કરવાં પડ્યાં હતાં
ભારતને પોતાના શાનદાર ઑલરાઉન્ડ પ્રદર્શનથી પ્રથમ મહિલા વર્લ્ડ કપ ટ્રોફી જીતવામાં મદદ કરનાર દીપ્તિ શર્મા ગઈ કાલે ઉત્તર પ્રદેશના આગરામાં પોતાના ઘરે પરત ફરી હતી. વર્લ્ડ કપની પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીતેલી દીપ્તિના માનમાં જિલ્લા ક્રિકેટ અસોસિએશન દ્વારા આયોજિત રોડ-શો માટે આગરાના હજારો રહેવાસીઓ રસ્તા પર ઊમટી પડ્યા હતા.
શાળાનાં બાળકો, ક્રિકેટપ્રેમીઓ, અધિકારીઓ, વિવિધ સામાજિક અને રમતગમત સંગઠનોના સભ્યો આ શોમાં જોડાયાં હતાં. ૧૦ કિલોમીટર લાંબા આ રોડ-શોમાં ઊંટ, ઘોડા અને બૅન્ડવાજાંની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. રોડ-શો દરમ્યાન ૧૫૦થી વધુ પોલીસ અને ટ્રાફિક-કર્મચારીઓને તહેનાત કરવાં પડ્યાં હતાં.


