વિડિયોમાં દિલજિત દોસાંઝ ભારતના યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને વિકેટકીપર-બૅટર જિતેશ શર્મા સાથે મુલાકાત કરતો જોવા મળ્યો હતો
પંજાબી સિંગર દિલજિત દોસાંઝની ટીમે ઑસ્ટ્રેલિયાના મેલબર્નથી બે ક્રિકેટર્સનો એક વિડિયો શૅર કર્યો હતો
પંજાબી સિંગર દિલજિત દોસાંઝની ટીમે ઑસ્ટ્રેલિયાના મેલબર્નથી બે ક્રિકેટર્સનો એક વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં દિલજિત દોસાંઝ ભારતના યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને વિકેટકીપર-બૅટર જિતેશ શર્મા સાથે મુલાકાત કરતો જોવા મળ્યો હતો. મનોરંજક ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે જાણીતા અર્શદીપ સિંહે આ મુલાકાત દરમ્યાન દિલજિત દોસાંઝના સૉન્ગ ગૉડ બ્લેસ પર વિડિયો બનાવવાની તક ઝડપી લીધી હતી. દિલજિત હાલમાં એશિયા-પૅસિફિક ક્ષેત્રનાં શહેરોમાં AURA ટૂર કરી રહ્યો છે. આ ટૂરનાં પાંચ ઑસ્ટ્રેલિયન શહેરોમાંથી એક મેલબર્ન પણ હતું.


