Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત, શ્રીલંકા- અફઘાનિસ્તાનની A ટીમો વચ્ચે આજથી ત્રિકોણીય વન-ડે સિરીઝનો પ્રારંભ

ભારત, શ્રીલંકા- અફઘાનિસ્તાનની A ટીમો વચ્ચે આજથી ત્રિકોણીય વન-ડે સિરીઝનો પ્રારંભ

Published : 09 June, 2026 11:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી આ સિરીઝનું મુખ્ય આકર્ષણ બન્યો...

ત્રિકોણીય વન-ડે સિરીઝની ટ્રોફી સાથે ત્રણેય ટીમના કૅપ્ટન્સ

ત્રિકોણીય વન-ડે સિરીઝની ટ્રોફી સાથે ત્રણેય ટીમના કૅપ્ટન્સ


આજથી શ્રીલંકામાં યજમાન ટીમ, ભારત અને અફઘાનિસ્તાનની A ટીમો વચ્ચે ત્રિકોણીય વન-ડે સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્રણેય ટીમ આ સિરીઝમાં ચાર-ચાર મૅચ રમશે અને ૨૧ જૂને ટૉચની બે ટીમો વચ્ચે ફાઇનલ મૅચ રમાશે. ભારતીય સમય અનુસાર લગભગ સવારે ૧૦ અને ૧૧ વાગ્યે મૅચો શરૂ થશે. ભારતીય ટીમની કમાન ભારતનો નવો T20 વાઇસ-કૅપ્ટન તિલક વર્મા સંભાળશે. ઋતુરાજ ગાયકવાડ આ સિરીઝમાં વાઇસ-કૅપ્ટનની ભૂમિકા ભજવશે. સિરીઝનું મુખ્ય આકર્ષણ ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી છે જેણે હાલમાં જ સીનિયર ટીમમાં પણ સ્થાન મેળવ્યું છે.

ત્રિકોણીય વન-ડે સિરીઝનું શેડ્યુલ  
૯ જૂન : શ્રીલંકા vs ભારત
૧૧ જૂન : ભારત vs અફઘાનિસ્તાન 
૧૩ જૂન : શ્રીલંકા vs અફઘાનિસ્તાન 
૧૫ જૂન : શ્રીલંકા vs ભારત
૧૭ જૂન : ભારત vs અફઘાનિસ્તાન 
૧૯ જૂન : શ્રીલંકા vs અફઘાનિસ્તાન
૨૧ જૂન : ફાઇનલ મૅચ

 હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે તું જ્યારે ઇન્ડિયા A માટે કૅપ્ટન્સી કરે ત્યારે ધ્યાનમાં રાખજે કે તારે સીનિયર ટીમ માટે પણ આવું કરવા તૈયાર રહેવાનું છે
- ભારતનો નવો T20 વાઇસ-કૅપ્ટન તિલક વર્મા 


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK