Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિમેન્સ T20 વર્લ્ડ કપની વૉર્મ-અપ મૅચમાં ભારત સામે ૯ બોલર્સનો ઉપયોગ કરવા છતાં વેસ્ટ ​ઇન્ડીઝ હાર્યું

વિમેન્સ T20 વર્લ્ડ કપની વૉર્મ-અપ મૅચમાં ભારત સામે ૯ બોલર્સનો ઉપયોગ કરવા છતાં વેસ્ટ ​ઇન્ડીઝ હાર્યું

Published : 09 June, 2026 11:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતી ફૂલમાલીએ ૪૦ બૉલમાં ૫૬ રન કર્યા, શ્રેયન્કા પાટીલે ૪ વિકેટ અને રાધા યાદવે ત્રણ વિકેટ લીધી...

મિડલ-ઑર્ડરમાં ભારતી ફૂલમાલીએ ૪૦ બૉલમાં અણનમ ૫૬ રન કર્યા હતા, સાથી ખેલાડીઓ સાથે વિકેટ લેવાની ઉજવણી કરતી શ્રેયન્કા પાટીલ. તેણે ચાર વિકેટ લીધી હતી

મિડલ-ઑર્ડરમાં ભારતી ફૂલમાલીએ ૪૦ બૉલમાં અણનમ ૫૬ રન કર્યા હતા, સાથી ખેલાડીઓ સાથે વિકેટ લેવાની ઉજવણી કરતી શ્રેયન્કા પાટીલ. તેણે ચાર વિકેટ લીધી હતી


ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સમાં આયોજિત વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ના વૉર્મ-અપ શેડ્યુલમાં ગઈ કાલે ભારતે પોતાની પહેલી મૅચ વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી. આ મૅચમાં રેગ્યુલર કૅપ્ટન હરમનપ્રીત કૌરે રેસ્ટ લીધો હતો અને સ્મૃતિ માન્ધનાએ કૅપ્ટન્સી સંભાળી હતી. ૧૦ જૂને ભારત યજમાન ટીમ ઇંગ્લૅન્ડ સામે અંતિમ વૉર્મ-અપ મૅચ રમશે.

ભારતીય ટીમે આ મૅચમાં ભારતી ફૂલમાલીએ ૪૦ બૉલમાં ૬ ફોર અને એક સિક્સને આધારે ફટકારેલા ૫૬ રનની મદદથી ૧૭૯/૮નો સ્કોર કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ ડીઆન્ડ્રા ડૉટિનની ૪૪ બૉલમાં ૪૯ રનની ઇનિંગ્સની મદદથી ૮ વિકેટે ૧૫૩ રન કરીને હાર્યું હતું.

કૅરિબિયન ટીમે ભારત સામે ૯ જેટલા બોલર્સ પાસે બોલિંગ કરાવી હતી. એમાંથી ૪ બોલર્સને જ વિકેટ મેળવવામાં સફળતા મળી હતી. ૬ ભારતીય બોલર્સમાંથી માત્ર શ્રેયન્કા પાટીલ અને રાધા યાદવ જેવા સ્પિનર્સને વિકેટ મળી. શ્રેયન્કા પાટીલે ૪ વિકેટ અને રાધા યાદવે ત્રણ વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK