Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > MI vs KKR: કોલકત્તા નાઈટ રાઈડર્સની જબરદસ્ત વાપસી, ૧૫.૧ ઓવરમાં ૭ વિકેટ સાથે જીત્યો મુકાબલો

MI vs KKR: કોલકત્તા નાઈટ રાઈડર્સની જબરદસ્ત વાપસી, ૧૫.૧ ઓવરમાં ૭ વિકેટ સાથે જીત્યો મુકાબલો

23 September, 2021 11:23 PM IST | Abu Dhabi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મેચની શરૂઆતથી જ કોલકત્તા નાઈટ રાઇડર્સ આક્રમક રહી હતી અને ચુસ્ત ફિલ્ડિંગ સાથે ૨૦ ઓવરમાં ૧૫૫ રન આપ્યા હતા.

ઇઓન મોર્ગન. તસવીર / એએફપી

ઇઓન મોર્ગન. તસવીર / એએફપી


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો 34મો મુકાબલો આજે સાંજે ૭.૩૦ વાગ્યે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને કોલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે શેખ સૈયદ સ્ટેડિયમમાં યુએઈ ખાતે યોજાયો હતો. કોલકત્તા નાઈટ રાઈડર્સના કૅપ્ટન ઇઓન મોર્ગને ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકસાને ૧૫૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તા નાઈટ રાઇડર્સે ૧૫.૧ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૧૫૯ રન બનાવ્યા હતા અને મેચ જીતી હતી. આ સાથે જ કોલકત્તા નાઈટ રાઈડર્સ ટીમે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી છે. તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છઠ્ઠા સ્થાને પહોંચી છે.

મેચની શરૂઆતથી જ કોલકત્તા નાઈટ રાઇડર્સ આક્રમક રહી હતી અને ચુસ્ત ફિલ્ડિંગ સાથે ૨૦ ઓવરમાં ૬ વકેટ સાથે ૧૫૫ રન આપ્યા હતા. બેટિંગમાં પણ ટીમે પોતાની આક્રમકતા જાળવી રાખી હતી અને પાવર પ્લેમાં માત્ર ૩ જ ઓવરમાં ૧ વિકેટના નુકસાન સાથે ૪૦ રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યરે માત્ર 25 બોલમાં પોતાની પ્રથમ આઈપીએલ અડધી સદી ફટકારી હતી. જસપ્રિત બુમરાહે શુભમન ગિલને આઉટ કર્યા બાદ તેણે અને રાહુલ ત્રિપાઠીએ 10 ઓવરમાં 100 રન બનાવ્યા હતા. બુમરાહ દ્વારા અય્યર 53 રને આઉટ થયો હતો, પરંતુ બીજા છેડે ત્રિપાઠીએ 29 બોલમાં પોતાની અર્ધશતક બનાવી હતી. આજે કોલકત્તા નાઈટ રાઈડર્સને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, ૪૨ બોલમાં ૭૪ રન બનાવ્યા હતા અને છેલ્લે સુધી પિચ પર રહ્યા હતા.



મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો પોલાર્ડ અને કૃણાલ પંડ્યા MI ઇનિંગ્સને મોટી સફળતા અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ક્વિન્ટન ડી કોકે અડધી સદી ફટકારી હતી, પરંતુ ટૂંક સમયમાં જ પ્રસીધ કૃષ્ણએ તેને આઉટ કર્યો હતો. સુનીલે રોહિત શર્માને 33 રનમાં આઉટ કરીને ઓપનિંગ સ્ટેન્ડ તોડ્યું હતું. કોલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન ઈઓન મોર્ગને ટોસ જીતીને મુંબઈ સામે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યા બાદ રોહિત અને ક્વિન્ટન ડી કોકે MI ઈનિંગની શરૂઆત ધમાકેદાર રીતે કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2021 11:23 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK