Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ પહેલી જ વખત શ્રીલંકાને હરાવીને વધુ એક અપસેટ સરજ્યો, ગ્રુપ Bમાં બન્યું ટૉપર

T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ પહેલી જ વખત શ્રીલંકાને હરાવીને વધુ એક અપસેટ સરજ્યો, ગ્રુપ Bમાં બન્યું ટૉપર

Published : 20 February, 2026 01:35 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૭૯ રનના ટાર્ગેટ સામે ઝિમ્બાબ્વે ૧૮૨ રન કરીને ૬ વિકેટે જીત્યું, સુપર 8ની અજેય ટીમમાં સામેલ થયું

શ્રીલંકા સામે શાનદાર રન-ચેઝ બાદ જીતની ઉજવણી કરતા ઝિમ્બાબ્વેના ક્રિકેટર્સ બ્રાયન બેનેટ અને ટોની મુન્યોન્ગા.

શ્રીલંકા સામે શાનદાર રન-ચેઝ બાદ જીતની ઉજવણી કરતા ઝિમ્બાબ્વેના ક્રિકેટર્સ બ્રાયન બેનેટ અને ટોની મુન્યોન્ગા.


કોલંબોમાં ગઈ કાલે T20 વર્લ્ડ કપની યજમાન ટીમ શ્રીલંકાએ ઝિમ્બાબ્વે  સામે વર્તમાન સીઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો. T20 વર્લ્ડ કપમાં શ્રીલંકા આ હરીફ સામે આ અગાઉ રમેલી બન્ને મૅચ જીત્યું હતું. શ્રીલંકાએ પથુમ નિસાંકાની ધમાકેદાર ફિફ્ટીના આધારે ૭ વિકેટ ગુમાવીને ૧૭૮ રન કર્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેએ ૧૯.૩ ઓવરમાં બ્રાયન બેનેટ અને કૅપ્ટન સિકંદર રઝાની શાનદાર ઇનિંગ્સના આધારે ૧૮૨ રનનો સ્કોર કરીને ૧૭૯ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઝિમ્બાબ્વેએ પોતાનો બીજો હાઇએસ્ટ T20 ટાર્ગેટ ચેઝ કરીને ૬ વિકેટે જીત નોંધાવી હતી. ઑસ્ટ્રેલિયાને ચોંકાવનાર ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને હરાવી ફરી મોટો અપસેટ કરી આખા ક્રિકેટજગતનું ધ્યાન ખેંચ્યું છે.

T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં શ્રીલંકન બૅટર તરીકે રેકૉર્ડ સાતમી ફિફ્ટી ફટકારીને ઓપનર  પથુમ નિસાંકાએ શ્રીલંકાને સારી શરૂઆત અપાવી હતી. તેણે ૪૧ બૉલમાં ૮ ફોરની મદદથી ૬૨ રન ફટકાર્યા હતા. પવન રથનાયકે ૩ ફોર અને બે સિક્સ ફટકારીને પચીસ બૉલમાં ૪૪ રનનું યોગદાન આપ્યું હતું. T20 વર્લ્ડ કપની એક ઇનિંગ્સમાં શ્રીલંકાએ પોતાની હાઇએસ્ટ ૭ સિક્સ પણ નોંધાવી હતી. ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર્સ બ્લેસિંગ મુઝરબાની અને બ્રૅડ ઇવાન્સ સહિત સ્પિનર ગ્રીમ ક્રીમરે બે-બે વિકેટ લીધી હતી.



રન-ચેઝ દરમ્યાન ઓપનર બ્રાયન બેનેટે ૪૮ બૉલમાં ૮ ફોરની મદદથી ૬૩ રનની ઇનિંગ્સ રમીને શાનદાર શરૂઆત અપાવી હતી. એક સમયે ઝિમ્બાબ્વેને જીત માટે ૩૬ બૉલમાં ૬૫ રનની જરૂર હતી ત્યારે કૅપ્ટન સિકંદર રઝાએ ૧૭૩.૦૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને રન-ચેઝ સરળ કરી દીધી હતી. તેણે ૨૬ બૉલમાં બે ફોર અને ૪ સિક્સ ફટકારીને ૪૫ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. શ્રીલંકાના સ્પિનર દુષણ હેમન્થાએ ટીમ માટે બે વિકેટ ઝડપી હતી.


સુપર 8ની ગ્રુપ વનની તમામ ટીમ અજેય

ભારત, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે ગ્રુપ વનમાં છે અને તમામ ટીમ પોતાના ગ્રુપ-સ્ટેજમાં અજેય રહીને ટૉપર રહી છે. આ તમામ ટીમ ભારતમાં જ પોતાની મૅચ રમશે. ગ્રુપ ટૂની શ્રીલંકા, પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ શ્રીલંકાની ધરતી પર રમશે. આ તમામ ટીમને એક હારનો સામનો કરવો પડ્યો છે.


KKRનો ૧૮ કરોડનો મથીશા પથિરાના સાધારણ પ્રદર્શન અને ઇન્જરી સાથે વર્લ્ડ કપમાંથી આઉટ

IPL 2026 પહેલાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તેમનો ૧૮ કરોડ રૂપિયાનો શ્રીલંકન ફાસ્ટ બોલર મથીશા પથિરાના સાધારણ પ્રદર્શન અને ઇન્જરી સાથે T20 વર્લ્ડ કપમાંથી આઉટ થઈ ગયો છે. વર્લ્ડ કપની ૩ મૅચમાં માત્ર બે વિકેટ લેનાર મથીશા પથિરાના ઑસ્ટ્રેલિયા સામેની મૅચથી જ ડાબા પગમાં સ્નાયુઓના ખેંચાણનો સામનો કરી રહ્યો હતો. તેના રિપ્લેસમેન્ટ તરીકે ICCની ઇવેન્ટ ટે​ક્નિકલ કમિટીએ ફાસ્ટ બોલર દિલશાન મદુશન્કાને મંજૂરી આપી છે. તેણે T20 ઇન્ટરનૅશનલમાં ૧૫ મૅચમાં ૯.૭૫ના ઇકૉનૉમી રેટથી બોલિંગ કરીને ૧૫ વિકેટ લીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 01:35 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK