પી. વી. સિંધુ આ લિસ્ટમાં એકમાત્ર મહિલા સ્પોર્ટ્સપર્સન છે
મહેન્દ્ર સિંહ ધોની
Yahoo.comમાં ૨૦૨૧માં સૌથી વધુ સર્ચ થયેલા સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ (જાગતિક તથા ભારતીય)માં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તથા લિયોનેલ મેસીને પાછળ રાખી દીધા છે. કોહલી તથા ધોની પહેલા બે ક્રમે છે અને રોનાલ્ડો-મેસી તેમના પછીના સ્થાને છે. પી. વી. સિંધુ આ લિસ્ટમાં એકમાત્ર મહિલા સ્પોર્ટ્સપર્સન છે. ધોની સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ નથી, પરંતુ કોહલી છે અને તેના કુલ ૧૭ કરોડ ફૉલોઅર્સ છે.