Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાજસ્થાન આજે જીતે તો ૨૭ મેએ હૈદરાબાદ સામે ટક્કર

રાજસ્થાન આજે જીતે તો ૨૭ મેએ હૈદરાબાદ સામે ટક્કર

Published : 24 May, 2026 08:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ સામે જીતીને ૧૬ પૉઇન્ટ સાથે રાજસ્થાન પ્લેઑફની અંતિમ ટીમ બની શકશે, હારશે તો આઉટ : સીઝનની પહેલી ટક્કરમાં રાજસ્થાને ૨૭ રને મુંબઈ સામે મેળવી હતી જીત

રિયાન પરાગ અને હાર્દિક પંડયા

રિયાન પરાગ અને હાર્દિક પંડયા


IPL 2026ની ૬૯મી મૅચ આજે મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સની આ ટક્કર પ્લેઑફની અંતિમ ટીમ બનવાની રેસ માટે મહત્ત્વપૂર્ણ છે. આજની મૅચ જીતીને રાજસ્થાન ૧૬ પૉઇન્ટ સાથે પ્લેઑફમાં એન્ટ્રી મારી શકશે. હારશે તો આઉટ થઈ જશે, કારણ કે ગઈ કાલે જીતીને પંજાબ ૧૫ પૉઇન્ટ પર પહોંચી ગયું છે. રાજસ્થાન ૧૩ મૅચમાં ૭ જીત અને ૬ હાર સાથે ૧૪ પૉઇન્ટ ધરાવે છે. હૅટ-ટ્રિક હાર બાદ છેલ્લી મૅચમાં લખનઉ સામે જીતીને રાજસ્થાને પ્લેઑફની આશા જાળવી રાખી હતી. મુંબઈ ૧૩ મૅચમાં ૪ જીત અને ૯ હારને કારણે ૮ પૉઇન્ટ સાથે તળિયાની ટીમમાંની એક છે. મુંબઈ પૉઇન્ટ-ટેબલમાં સૌથી તળિયાની એટલે કે દસમા ક્રમાંકની ટીમ બનવાથી બચવાનો પ્રયાસ કરીને આજે વિજયી વિદાયની આશા રાખશે. વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાનને ૨૦ મૅચમાં ૧૦ જીત અને ૧૦ હાર મળી છે. હોમ-ટીમ સામે રાજસ્થાન અહીં ૯ મૅચ રમ્યું છે અને એમાંથી રાજસ્થાન ૪ અને મુંબઈ પાંચ મૅચ જીત્યું હતું. બન્ને વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં છેલ્લી ટક્કર એપ્રિલ ૨૦૨૪માં થઈ હતી. આ મૅચમાં રાજસ્થાને ૧૨૬ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૬ વિકેટે જીત મેળવી હતી. મુંબઈ પોતાના હોમગ્રાઉન્ડ પર ૯૮માંથી ૫૯ મૅચ જીત્યું છે અને ૩૯ મૅચ હાર્યું છે. વર્તમાન સીઝનની ૬ હોમ-મૅચમાંથી મુંબઈ માત્ર બે મૅચ જીત્યું છે. મુંબઈને પહેલી મૅચમાં કલકત્તા સામે અને અંતિમ ટક્કરમાં લખનઉ સામે જીત મળી હતી. મુંબઈને હોમગ્રાઉન્ડ પર વચ્ચેની ૪ મૅચમાં સતત હાર મળી હતી. મૅચનો સમય બપોરે ૩.૩૦ વાગ્યાથી


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK