ક્રિકેટના મેદાન પર શાનદાર કૅચ પકડવા માટે જાણીતો ન્યુ ઝીલૅન્ડનો ઑલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ ફરી એક વાર ઇન્જર્ડ થયો છે. IPL 2025માં થયેલી ઇન્જરી બાદ તે મેજર લીગ ક્રિકેટમાં વૉશિંગ્ટન ફ્રીડમ ટીમ માટે રમ્યો હતો, પણ ફાઇનલ સમયે તેના સ્નાયુઓમાં ઇન્જરી થઈ હતી.
ગ્લેન ફિલિપ્સ
ક્રિકેટના મેદાન પર શાનદાર કૅચ પકડવા માટે જાણીતો ન્યુ ઝીલૅન્ડનો ઑલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ ફરી એક વાર ઇન્જર્ડ થયો છે. IPL 2025માં થયેલી ઇન્જરી બાદ તે મેજર લીગ ક્રિકેટ (MLC)માં વૉશિંગ્ટન ફ્રીડમ ટીમ માટે રમ્યો હતો, પણ ફાઇનલ સમયે તેના સ્નાયુઓમાં ઇન્જરી થઈ હતી જેના કારણે ઝિમ્બાબ્વે ટૂર પર તપાસ દરમ્યાન તેને ઘણાં અઠવાડિયાંના આરામની જરૂર પડશે એવું ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે જણાવ્યું હતું. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ દ્વારા તેને ઝિમ્બાબ્વે ટૂર પર ત્રિકોણીય T20 સિરીઝ અને ટેસ્ટ-સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે. તે છેલ્લે દુબઈમાં ભારત સામે ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ દરમ્યાન સેમી ફાઇનલમાં છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો.

