Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મૅચ દરમ્યાન થયેલી તકરારને લીધે હાર્યા બાદ વિરાટ કોહલીએ ટ્રૅવિસ હેડને ઇગ્નૉર કર્યો

મૅચ દરમ્યાન થયેલી તકરારને લીધે હાર્યા બાદ વિરાટ કોહલીએ ટ્રૅવિસ હેડને ઇગ્નૉર કર્યો

Published : 24 May, 2026 08:15 AM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રૅવિસ હેડે હાથ આગળ વધાર્યો હોવા છતાં હૅન્ડશેક ન કરનાર વિરાટ કોહલીનો વિડિયો વાઇરલ થયો

વિરાટ કોહલીએ ટ્રૅવિસ હેડને ઇગ્નૉર કર્યો

વિરાટ કોહલીએ ટ્રૅવિસ હેડને ઇગ્નૉર કર્યો


હૈદરાબાદના હોમ-ગ્રાઉન્ડ પરથી શુક્રવારે મૅચ પછી વિરાટ કોહલી અને ટ્રૅવિસ હેડની તકરારનો વધુ એક વિડિયો વાઇરલ થયો હતો. બૅન્ગલોરની રન-ચેઝ દરમ્યાન ઓપનર વિરાટ કોહલી અને ફીલ્ડિંગ કરી રહેલા હૈદરાબાદના ટ્રૅવિસ હેડ વચ્ચે ઉગ્ર વાતચીત થઈ હતી. મૅચ બાદ હાથ મિલાવવાની પરંપરાગત પ્રક્રિયા દરમ્યાન ટ્રૅવિસ હેડે હાથ આગળ કર્યા છતાં વિરાટ કોહલીએ તેને સંપૂર્ણપણે ઇગ્નૉર કર્યો હતો. અહેવાલ અનુસાર ટ્રૅવિસ હેડે કિંગ કોહલીને મોટો શૉટ મારવા ઉશ્કેર્યો હતો. જવાબમાં વિરાટ કોહલીએ ટ્રૅવિસ હેડની ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ ભૂમિકાની મજાક ઉડાડી હતી અને તેને બોલિંગ કરવાનો પડકાર ફેંક્યો હતો. વિરાટ કોહલી ૧૧ બૉલમાં ૧૫ રન કરીને ફાસ્ટ બોલર સાકિબ હુસેનની ઓવરમાં સ્મરણ રવિન્દ્રનના હાથે કૅચઆઉટ થયો હતો. એક અહેવાલ એવા પણ છે કે વિરાટ કોહલીની વિકેટ બાદ ટ્રૅવિસ હેડે તેને કહ્યું હતું કે દોસ્ત, હું બોલિંગ માટે આવું એ પહેલાં જ તું તો આઉટ થઈ ગયો. ૧૯મી ઓવરમાં ટ્રૅવિસ હેડ ઑફ-સ્પિનર તરીકે બોલિંગ કરવા આવ્યો હતો અને તેણે ૭ રન આપીને બૅન્ગલોરના કૅપ્ટન રજત પાટીદારને સ્મરણ રવિન્દ્રનના હાથે કૅચઆઉટ કરાવ્યો હતો. આ જ કારણે વિરાટ કોહલીએ ટ્રૅવિસ હેડ સાથે મૅચ બાદ હાથ ન મિલાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

બિહારના સાકિબ હુસેને લાગલાગટ દસમી મૅચમાં વિકેટ લેવાનો રેકૉર્ડ કર્યો



ગોપાલગંજ એક્સપ્રેસ તરીકે ઓળખાતા ફાસ્ટ બોલર સાહિબ હુસેને IPLમાં ઇતિહાસ રચ્યો છે. પોતાની ડેબ્યુ IPL સીઝનમાં સતત ૧૦ મૅચમાં ઓછામાં ઓછી એક વિકેટ લેનાર તે ટુર્નામેન્ટના ઇતિહાસનો પહેલો ખેલાડી બન્યો છે. શુક્રવારે બૅન્ગલોરના અનુભવી બૅટર વિરાટ કોહલીની એકમાત્ર વિકેટ લઈને ૨૧ વર્ષના આ બોલરે રેકૉર્ડ કર્યો હતો. અગાઉ તેણે પોતાની ડેબ્યુ મૅચમાં રાજસ્થાન સામે ૪ વિકેટ લીધી હતી. ત્યાર બાદ હૈદરાબાદના આ બોલરે ચેન્નઈ, દિલ્હી, રાજસ્થાન, મુંબઈ, કલકત્તા, પંજાબ સામે સતત એક-એક વિકેટ લીધી છે. એ પછી તેણે ગુજરાત અને ચેન્નઈ સામેની મૅચમાં બે-બે વિકેટ લીધી હતી. ૧૦ મૅચમાં ૯.૦૭ના ઇકૉનૉમી-રેટ સાથે તેણે ૧૫ વિકેટ લીધી છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 08:15 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK