અજિત આગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ COE ખાતે સ્પોર્ટ્સ સાયન્સ ટીમ તરફથી શુભમન ગિલના ફિટનેસ-રિપોર્ટની રાહ જોશે
ગઈ કાલે ચંડીગઢ ઍરપોર્ટ પર ક્રિકેટ-ફૅન્સના કૅમેરામાં કેદ થયો હતો શુભમન ગિલ
ભારતનો T20 વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ સોમવારે બૅન્ગલોર સ્થિત BCCI સેન્ટર ઑફ એક્સલન્સમાં તેની ફરજિયાત ફિટનેસ-ટેસ્ટ પ્રોટોકોલ માટે પહોંચ્યો હતો. કલકત્તા ટેસ્ટ-મૅચમાં ગરદનની ઇન્જરીનો સામનો કરનાર આ સ્ટાર બૅટર ૯ ડિસેમ્બરથી સાઉથ આફ્રિકા સામેની પાંચ T20 મૅચની સિરીઝ વાપસી કરશે કે નહીં એની પુષ્ટિ અહીં ફિટનેસ-ટેસ્ટ દરમ્યાન થશે.
અજિત આગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ COE ખાતે સ્પોર્ટ્સ સાયન્સ ટીમ તરફથી શુભમન ગિલના ફિટનેસ-રિપોર્ટની રાહ જોશે. તેને કલકત્તામાં સારવાર દરમ્યાન ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને ૨૧ દિવસ આરામની સલાહ આપવામાં આવી હતી. તેને ઇન્જર્ડ સ્નાયુઓને મજબૂત બનાવવા માટે ચોક્કસ કસરત કરવા પણ કહેવામાં આવ્યું હતું. BCCI સેન્ટર ઑફ એક્સલન્સમાં સ્પોર્ટ્સ સાયન્સ ટીમ તેની ટ્રેઇનિંગ ફરી શરૂ કરે એ પહેલાં તમામ જરૂરી ફિટનેસ-પરીક્ષણો કરશે. જોકે T20 સિરીઝમાં તેની વાપસીની શક્યતા ફિફ્ટી-ફિફ્ટી લાગી રહી છે.


