ગિલને ફિટનેસના આધારે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો અને તે રમતમાં પાછા ફરવા માટે જરૂરી તમામ પ્રોટોકૉલમાંથી પસાર થયો હતો. તે ૯ ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સામેની પહેલી T20 મૅચ માટે ઓડિશાના કટકમાં ટીમ સાથે જોડાશે.
શુભમન ગિલ
ભારતના T20 વાઇસ-કૅપ્ટન શુભમન ગિલને BCCIના સેન્ટર ઑફ એક્સલન્સની સ્પોર્ટ્સ સાયન્સ ટીમ દ્વારા સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20 રમવા માટે મંજૂરી આપવામાં આવી છે. કલકત્તા ટેસ્ટ દરમ્યાન થયેલી ગરદનની ઇન્જરીમાંથી તેણે સફળતાપૂર્વક રીહૅબ પૂરું કર્યું છે.
ગિલને ફિટનેસના આધારે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો અને તે રમતમાં પાછા ફરવા માટે જરૂરી તમામ પ્રોટોકૉલમાંથી પસાર થયો હતો. તે ૯ ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સામેની પહેલી T20 મૅચ માટે ઓડિશાના કટકમાં ટીમ સાથે જોડાશે. તે ઇન્જરીને કારણે ગુવાહાટી ટેસ્ટ-મૅચ અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ ચૂકી ગયો હતો.


