૧૦ ફોર અને ૯ સિક્સરની મદદથી ૧૧૪ રન કરીને અમિત પાસીએ વર્લ્ડ કપ રેકૉર્ડની બરાબરી કરી હતી
હાર્દિક પંડ્યા સાથે અમિત પાસીનો ફાઇલ ફોટો
હૈદરાબાદમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ગ્રુપ-સ્ટેજ મૅચમાં ગઈ કાલે બરોડાએ સર્વિસિસ ટીમ સામે ૧૩ રને જીત મેળવી હતી. બરોડાએ વિકેટકીપર-બૅટર અમિત પાસીના પંચાવન બૉલમાં ૧૧૪ રનની ઇનિંગ્સના આધારે પાંચ વિકેટે ૨૨૦ રન કર્યા હતા. જવાબમાં હરીફ ટીમ ૮ વિકેટે ૨૦૭ રન કરી શકી હતી.
T20 ડેબ્યુ મૅચમાં ઓપનિંગમાં ઊતરીને ૨૬ વર્ષના અમિત પાસીએ ૨૪ બૉલમાં ફિફ્ટી અને ૪૪ બૉલમાં સદી ફટકારી હતી. ૧૦ ફોર અને ૯ સિક્સરની મદદથી ૧૧૪ રન કરીને અમિત પાસીએ વર્લ્ડ કપ રેકૉર્ડની બરાબરી કરી હતી. T20ની ડેબ્યુ મૅચમાં હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર કરવા મામલે તેણે પાકિસ્તાનના બિલાલ આસિફના એક દાયકા જૂના રેકૉર્ડની બરાબરી કરી હતી. અમિત પાસી T20 ડેબ્યુ પર સદી ફટકારનાર વિશ્વનો દસમો ક્રિકેટર બન્યો હતો.
ADVERTISEMENT
|
અમિત પાસીનું પ્રદર્શન |
|
|
રન |
૧૧૪ |
|
બૉલ |
૫૫ |
|
ચોગ્ગા |
૧૦ |
|
છગ્ગા |
૦૯ |
|
સ્ટ્રાઇક-રેટ |
૨૦૭.૨૭ |


