Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મહારાજ કી જય હો : બંગલાદેશ ૫૩માં આઉટ

મહારાજ કી જય હો : બંગલાદેશ ૫૩માં આઉટ

05 April, 2022 01:37 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેશવ મહારાજે લીધી ૭ વિકેટઃ બે સ્પિનરોએ ૧૯ ઓવરમાં બંગલાદેશનો ખેલ કર્યોં ખતમ

કેશવ મહારાજ ગઈ કાલે મહમુદુલ હસન જૉયની વિકેટ લેતાં જ સાથીખેલાડી લિઝાદ વિલિયમ્સ પર ટિંગાઈ ગયો હતો. (તસવીર : એ.એફ.પી.) SA vs BAN

કેશવ મહારાજ ગઈ કાલે મહમુદુલ હસન જૉયની વિકેટ લેતાં જ સાથીખેલાડી લિઝાદ વિલિયમ્સ પર ટિંગાઈ ગયો હતો. (તસવીર : એ.એફ.પી.)


ડર્બનમાં ગઈ કાલે સાઉથ આફ્રિકાએ પહેલી ટેસ્ટમાં આખરી દિને જીતવા માટે આપેલા ૨૭૪ રનના લક્ષ્યાંક સામે બંગલાદેશની ટીમ ૫૩ રનમાં આઉટ થઈ જતાં સાઉથ આફ્રિકાનો ૨૨૦ રનથી વિજય થયો હતો. મૅન ઑફ ધ મૅચ બનેલા લેફ્ટ-આર્મ સ્પિનર કેશવ મહારાજે ૩૨ રનમાં ૭ અને રાઇટ-આર્મ ઑફબ્રેક સ્પિનર સાયમન હાર્મરે ૨૧ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બંગલાદેશનો દાવ ૧૯ ઓવરમાં સમેટાઈ ગયો હતો અને એ તમામ ૧૯ ઓવર બન્ને સ્પિનરોએ કરી હતી. ચાર બૅટર્સ ઝીરોમાં આઉટ થયા હતા. ૫૩ રન બંગલાદેશનો ૪૩ રન પછીનો સેકન્ડ-લોએસ્ટ સ્કોર છે.

૨૦૧૮માં વેસ્ટ ઇન્ડીઝ સામે બનેલા ૪૩ રન લોએસ્ટ છે. આફ્રિકાએ પ્રથમ દાવમાં ૩૬૭ અને બંગલાદેશે ૨૯૮ રન બનાવ્યા હતા. સેકન્ડ ઇનિંગ્સમાં આફ્રિકાનો સ્કોર ૨૦૪ રન હતો.



0
સાઉથ આફ્રિકાના પેસ બોલર્સે હરીફ ટીમના બીજા દાવમાં એકેય બૉલ ન ફેંકવો પડ્યો હોય એવું આ પહેલાં આટલામી વાર બન્યું.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2022 01:37 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK