૨૭ વર્ષ બાદ ભારત સામે વન-ડે સિરીઝ જિતાડવામાં ટીમમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ત્રણ ક્રિકેટર્સને અધિકારીઓએ મેડલ આપીને સન્માનિત કર્યા હતા.
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપથી ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફીલ્ડરનો મેડલ આપવાની પ્રથા ચાલી રહી છે. હવે ભારતની દેખાદેખીમાં ડ્રેસિંગ રૂમમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે મેડલ આપવાનું શરૂ કર્યું છે. ૨૭ વર્ષ બાદ ભારત સામે વન-ડે સિરીઝ જિતાડવામાં ટીમમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ત્રણ ક્રિકેટર્સને અધિકારીઓએ મેડલ આપીને સન્માનિત કર્યા હતા. શ્રીલંકન ડ્રેસિંગ રૂમમાં કુસલ મેન્ડિસને બેસ્ટ ફીલ્ડર, અવિષ્કા ફર્નાન્ડોને બેસ્ટ બૅટર અને દુનિથ વેલાલગેને બેસ્ટ બોલરનો મેડલ આપવામાં આવ્યો હતો.