બીજી ટેસ્ટ-મૅચ આવતી કાલથી શરૂ થશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ન્યુ ઝીલૅન્ડના સ્પિનર મિચલ સૅન્ટનર અને ફાસ્ટ બોલર્સ મૅટ હેન્રી, નૅથન સ્મિથ વેસ્ટ ઇન્ડીઝ સામેની બાકીની બે ટેસ્ટ-મૅચ માટે ટીમનો ભાગ રહેશે નહીં. ત્રણેય ધુરંધરો ઇન્જરીને કારણે ટેસ્ટ-મૅચ રમવા માટે અનફિટ છે. ૩ ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચ ડ્રૉ રહી હતી. બાકીની બૅ ટેસ્ટ-મૅચ માટે ફાસ્ટ બોલર્સ માઇકલ રે અને ક્રિસ્ટિયન ક્લાર્કને પહેલી વખત સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યા છે. અનુભવી બૅટર્સ ગ્લેન ફિલિપ્સ અને ડૅરિલ મિચલ પણ ટેસ્ટ-સ્ક્વૉડમાં પરત ફર્યા છે. બીજી ટેસ્ટ-મૅચ આવતી કાલથી શરૂ થશે.


