Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કેન્યાની ક્રિકેટ ટીમમાં ત્રણ પટેલ

કેન્યાની ક્રિકેટ ટીમમાં ત્રણ પટેલ

25 June, 2022 05:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાકેપ પટેલ, રુશબ પટેલ અને વ્રજ પટેલે કેન્યાને છેલ્લી ત્રણમાંથી બે મૅચ જિતાડી આપી

(ડાબેથી) રાકેપ પટેલ, રુશબ પટેલ અને વ્રજ પટેલ. આ ત્રણેય ખેલાડી કેન્યાના ઑલરાઉન્ડર છે.

(ડાબેથી) રાકેપ પટેલ, રુશબ પટેલ અને વ્રજ પટેલ. આ ત્રણેય ખેલાડી કેન્યાના ઑલરાઉન્ડર છે.


કેન્યાએ ૨૦૦૩ના વન-ડે વર્લ્ડ કપમાં સનસનાટી મચાવી દીધી હતી. એમાં એ સેમી ફાઇનલમાં પહોંચ્યું હતું અને ભારત સામે હારી ગયું ત્યાં સુધી તો સંદીપ પાટીલના અસરદાર કોચિંગમાં તેમ જ સ્ટીવ ટિકોલોની કૅપ્ટન્સીમાં સ્ટ્રૉન્ગ બનેલી કેન્યાની ટીમ કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલોદિમાગ પર છવાઈ ગઈ હતી. ૨૦૦૩ની કેન્યાની એ વર્લ્ડ કપ ટીમમાં બે ગુજરાતી ખેલાડીઓ (રવિન્દુ શાહ, હિતેશ મોદી) મહત્ત્વના ખેલાડીઓ હતા અને ત્યાર પછી ૨૦૦૬ની સાલ સુધીમાં કેન્યાની ટીમને પટેલ અટકવાળા ત્રણ ખેલાડી (બ્રિજલ પટેલ, મલ્હાર પટેલ, કલ્પેશ પટેલ) મળ્યા હતા. પટેલ અટકવાળા એ ત્રણ પ્લેયર એકસાથે બહુ ઓછી મૅચોમાં રમ્યા હશે, પરંતુ હાલમાં ત્રણ ‘પટેલ’ પ્લેયર્સ એકસાથે ઘણી મૅચમાં રમતા જોવા મળી રહ્યા છે.
હાલની કેન્યન ટીમમાં બીજા બે ભારતીય મૂળના ખેલાડીઓ (સચિન રમણીકલાલ ભુદિયા, સુખદીપ સિંહ) તો છે જ, પટેલ અટકવાળા ત્રણ ખેલાડીઓ કેન્યાની છેલ્લી સીડબ્લ્યુસી ચૅલેન્જ લીગમાં સાથે રમી રહ્યા છે. એમાં કૅપ્ટન રાકેપ રાજેન્દ્ર પટેલ, રુષબ નિપુણ પટેલ અને વ્રજ પટેલ સામેલ છે. ૩૨ વર્ષનો રાકેપ પટેલ અનુભવી રાઇટ-હૅન્ડ બૅટર અને ઑફ-સ્પિનર છે, ૨૮ વર્ષનો રુષબ પટેલ લેફ્ટ-હૅન્ડ બૅટર અને પેસ બોલર છે, જ્યારે ૨૦ વર્ષનો વ્રજ પટેલ રાઇટ-હૅન્ડ બૅટર અને લેફ્ટ-આર્મ સ્પિનર છે. આ ત્રણ પટેલ પ્લેયર્સે કેન્યાને આ વર્ષમાં નાના દેશો સામેની ત્રણમાંથી બે મૅચ જિતાડી આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2022 05:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK