ઍશિઝમાં પિન્ક બૉલ ટેસ્ટ-મૅચની જરૂરિયાત પર જો રૂટે પ્રશ્ન ઉઠાવ્યા
ટ્રૅવિસ હેડ
બ્રિસબેનના ધ ગૅબા સ્ટેડિયમમાં ૪થી ૮ ડિસેમ્બર દરમ્યાન ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે પિન્ક બૉલથી ડે-નાઇટ ટેસ્ટ-મૅચ રમાશે. એ ઓવરઑલ પિન્ક બૉલ રમનારી પચીસમી અને ઍશિઝની ચોથી ટેસ્ટ-મૅચ હશે. ટેસ્ટ-ઇતિહાસના બીજા હાઇએસ્ટ રન-સ્કોરર જો રૂટે ઍશિઝમાં આ પિન્ક બૉલ ટેસ્ટ-મૅચની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા છે.
તેણે કહ્યું હતું કે ‘મને પિન્ક બૉલથી કોઈ વાંધો નથી. મારો મતલબ છે કે મને નથી લાગતું કે એ પરંપરાગત ટેસ્ટ-ક્રિકેટ જેટલું સારું છે. ઑસ્ટ્રેલિયાનો એમાં રેકૉર્ડ સારો છે, પરંતુ આવી ઍશિઝ સિરીઝમાં શું એ જરૂરી છે? મને એવું નથી લાગતું.’
ADVERTISEMENT
જો રૂટની આ કમેન્ટ પર ઑસ્ટ્રેલિયાના ધુરંધર બૅટર ટ્રૅવિસ હેડે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયાએ પિન્ક બૉલ સાથે અનુકૂલન સાધ્યું છે અને એની સાથે ખૂબ જ સારી રીતે રમી રહ્યા છીએ. બૉલ પિન્ક, વાઇટ કે રેડ હોય; કોઈ ફરક નથી પડતો.’ આ રસપ્રદ નિવેદનબાજી બાદ પિન્ક બૉલ ટેસ્ટ-મૅચમાં આ બન્ને પ્લેયર્સના પ્રદર્શન પર સૌની નજર રહેશે.


