વારાણસીમાં બની રહેલા ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમનો ફોટો વાઇરલ થયો છે
ત્રિશૂલ ફ્લડલાઇટ્સ
ઉત્તર પ્રદેશના વારાણસીમાં બની રહેલા ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમનો એક મહત્ત્વપૂર્ણ ફોટો વાઇરલ થયો છે.

ADVERTISEMENT
ભગવાન શિવથી પ્રેરિત આ સ્ટેડિયમ એપ્રિલ ૨૦૨૬માં લૉન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. અર્ધચંદ્રાકાર આકારની છત, ડમરુ આકારનું મીડિયા-સેન્ટર અને ત્રિશૂલ આકારની ફ્લડલાઇટ્સ આ સ્ટેડિયમનું મુખ્ય આકર્ષણ હશે. એમાંથી પહેલી ત્રિશૂલ ફ્લડલાઇટ્સ સ્ટેડિયમમાં લાગી ચૂકી છે. આ સ્ટેડિયમ ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ દર્શકોની ક્ષમતાવાળું બનશે.


