Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિજય હઝારે ટ્રોફીમાં ચૅમ્પિયન બનવાનું ઉત્તર પ્રદેશનું સપનું રોળાયું

વિજય હઝારે ટ્રોફીમાં ચૅમ્પિયન બનવાનું ઉત્તર પ્રદેશનું સપનું રોળાયું

15 March, 2021 10:08 AM IST | Mumbai

વિજય હઝારે ટ્રોફીમાં ચૅમ્પિયન બનવાનું ઉત્તર પ્રદેશનું સપનું રોળાયું

તરે અને શૉ

તરે અને શૉ


મુંબઈ અને ઉત્તર પ્રદેશ વચ્ચે ગઈ કાલે વિજય હઝારે ટ્રોફીની ફાઇનલ રમાઈ હતી, જેમાં મુંબઈએ ધમાકેદાર બૅટિંગથી ૩૧૩ રનના લક્ષ્યને ૪૧.૩ ઓવરમાં પ્રાપ્ત કરી લઈ મૅચ ૬ વિકટે જીતી લીધી હતી. આ મૅચ જીતીને મુંબઈ ચોથી વખત વિજય હઝારે ટુર્નામેન્ટની ટ્રોફી જીત્યું હતું અને પહેલી વાર ચૅમ્પિયન બનવાનું ઉત્તર પ્રદેશનું સપનું રગદોળી નાખ્યું હતું. વિકેટકીપર આદિત્ય તરે આ મૅચનો સુપરસ્ટાર બૅટ્સમૅન સાબિત થયો હતો.
માધવ કૌશિકની શાનદાર ઇનિંગ્સ
ઉત્તર પ્રદેશના ઓપનર માધવ કૌશિકે મૅચની શરૂઆતથી જ જબરદસ્ત ઇનિંગ્સનું પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે ટીમ માટે સૌથી વધારે ૧૫૬ બૉલમાં ૧૫ ચોગ્ગા અને ૪ સિક્સર ફટકારી અણનમ ૧૫૮ રનની ઇનિંગ્સ રમી લિસ્ટ-એ ક્રિકેટની ફાઇનલમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો મુરલી વિજયનો રેકૉર્ડ તોડ્યો હતો. ૨૦૧૨ની ચૅલેન્જર્સ ટ્રોફીની ફાઇનલમાં મુરલી વિજય ૧૫૫ રનની ઇનિંગ્સ રમ્યો હતો. સમર્થ સિંહ ૫૫ રને આઉટ થયો હતો, જ્યારે આકાશદીપ નાથ ૫૫ રને રનઆઉટ થયો હતો. પ્રિયમ ગર્ગ ૨૧ રને, જ્યારે કૅપ્ટન કરણ શર્મા ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયનભેગો થયો હતો, જેને લીધે ઉત્તર પ્રદેશે ૪ વિકેટે ૩૧૨ રન બનાવ્યા હતા. તનુષ કોટિયને સૌથી વધારે બે વિકેટ લીધી હતી.
શૉ અને તરે ચમક્યા
૩૧૩ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી મુંબઈની ટીમના ફૉર્મમાં ચાલી રહેલા કૅપ્ટન પૃથ્વી શૉની ફરી એક વાર નોંધનીય ઇનિંગ્સ જોવા મ‍ળી હતી, પણ તે સેન્ચુરી સુધી નહોતો પહોંચી શક્યો અને ૩૯ બૉલમાં ૧૦ ચોગ્ગા અને ૪ સિક્સર ફટકારી ૭૩ રને આઉટ થયો હતો. નોંધવા જેવું છે કે જ્યારે પૃથ્વીની પહેલી વિકેટ પડી ત્યારે ટીમનો સ્કોર ૮૯ હતો. યશસ્વી જયસ્વાલ પાસે મોટી ઇનિંગ્સ રમવાની તક હતી, પણ તે ૨૯ રને શિવમ માવીનો શિકાર બન્યો હતો. શમ્સ મુલાની ૩૬ રને જ્યારે શિવમ દુબે ૪૨ રને આઉટ થયા હતા. પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયેલો વિકેટકીપર આદિત્ય તરે ૧૦૭ બૉલમાં ૧૮ ચોગ્ગા ફટકારી ૧૧૮ રનની પાયાની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો જેને લીધે મુંબઈ ઉત્તર પ્રદેશને ૪૧.૩ ઓવરમાં જ હરાવવામાં સફળ રહ્યું હતું.

પૃથ્વી ઈજાગ્રસ્ત
પૃથ્વી શૉ ઉત્તર પ્રદેશ સામે વિજય હઝારે ટ્રોફીની ફાઇનલ મૅચ વખતે ફીલ્ડિંગ દરમ્યાન ઈજા પામ્યો હતો, માધવ કૌશિકે ફટકારેલો બૉલ સ્લીપમાં શૉને વાગ્યો હતો. ડાબા પગમાં બૉલ વાગ્યા બાદ તેને સાથી-પ્લેયર મેદાનની બહાર લઈ ગયા હતા.



વિજય હઝારે ટુર્નામેન્ટની સિંગલ સીઝનમાં સૌથી વધારે 827 (૧૦૫ નૉટઆઉટ, ૩૪, ૨૨૭ નૉટઆઉટ, ૩૬, ૨, ૧૮૫ નૉટઆઉટ, ૧૬૫, ૭૩) રન કરી પૃથ્વી શૉએ રેકૉર્ડ કર્યો હતો. તેણે આ વર્ષની ટુર્નામેન્ટમાં એક ડબલ સેન્ચુરી, ત્રણ સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી ફટકારી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2021 10:08 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK