Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > sports news in short : ફરી મૅન્ચેસ્ટર યુનાઇટેડ સાથે જોડાયો રોનાલ્ડો

sports news in short : ફરી મૅન્ચેસ્ટર યુનાઇટેડ સાથે જોડાયો રોનાલ્ડો

28 August, 2021 01:59 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોનાલ્ડો પોતાની કરીઅર દરમ્યાન ૩૦ મહત્ત્વની ટ્રોફી જીત્યો છે

રોનાલ્ડો

રોનાલ્ડો


પોર્ટુગલના ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફરી મૅન્ચેસ્ટર યુનાઇટેડ સાથે જોડાયો હતો. ક્લબે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે જુવાન્ટ્સ સાથે રોનાલ્ડોની ટ્રાન્સફરને લઈને કરાર થઈ ગયો છે અને અમે રોનાલ્ડોને ટીમમાં આવકારવામાં આનંદ અનુભવીએ છીએ. રોનાલ્ડો પોતાની કરીઅર દરમ્યાન ૩૦ મહત્ત્વની ટ્રોફી જીત્યો છે, જેમાં પાંચ વખત યુઈએફએ ચૅમ્પિયન્સ લીગ ટાઇટલ, ચાર ફિફા ક્લબ વર્લ્ડ ટાઇટલનો સમાવેશ છે. મૅન્ચેસ્ટર યુનાઇટેડ સાથેના કરાર દરમ્યાન તેણે ૨૯૨ મૅચમાં ૧૧૮ ગોલ કર્યા હતા. જુવાન્ટ્સ સાથે જોડાયો એ પહેલાં તે રિયલ મૅડ્રિડ સાથે જોડાયો હતો.

કોચે નક્કી કર્યો હૉકી ટીમ માટે નવો લક્ષ્યાંક



ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતીય હૉકી ટીમના કોચ ગ્રેહામ રીડે આગામી વર્ષો માટે નવા લક્ષ્યાંક નક્કી કર્યા છે અને આવતા મહિનાથી એની તૈયારી પણ શરૂ કરશે. ૪૧ વર્ષ બાદ ભારતીય હૉકી ટીમ ઑલિમ્પિક્સમાં મેડલ જીતી હતી. કોચના જણાવ્યા પ્રમાણે હવે એશિયન ગેમ્સ, ફેડરેશન ઑફ ઇન્ટરનૅશનલ હૉકી પ્રો લીગ, કૉમનવેલ્થ ગેમ્સ, હૉકી વર્લ્ડ કપ ૨૦૨૩ અને ત્યાર બાદના વર્ષમાં પૅરિસ ઑલિમ્પિક્સના આધારે તૈયારી કરવાની છે.


સીપીએલની પહેલી જ મૅચમાં ગયાનાએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન શાહરુખ ખાનની ટીમને હરાવી

કૅરિબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)ની ગુરુવારથી શરૂ થયેલી પહેલી મૅચમાં ગયાના ઍમેઝૉન વૉરિયર્સે ડિફેન્ડિંગ ચૅમ્પિન શાહરુખ ખાનની સહમાલિકીવાળી ટ્રિન્બાગો નાઇટ રાઇડર્સને ૯ રનથી હરાવી હતી. પહેલાં બૅટિંગ કરતાં શિમરન હૅટમાયર્સની હાફ સેન્ચુરીને કારણે ગયાનાએ ૭ વિકેટે ૧૪૨ રન કર્યા હતા. જવાબમાં ૨૦૨૦ની એડિશનની તમામ ૨૦ મૅચ જીતનારી ટ્રિન્બેગો માત્ર ૧૩૩ રન કરી શકી હતી. ગયાના તરફથી રોમારિયો શેફર્ડે ૧૫ રનમાં ૩ વિકેટ  અને મૅન ઑફ ધ મૅચ જાહેર થયેલા ઓડિન સ્મિથે બે ઓવરમાં ૧૦ રન આપીને બે વિકેટ લીધી હતી અને બૅટિંગમાં ૨૪ રન કર્યા હતા. અન્ય એક મૅચમાં સેન્ટ કિટ્સ ઍન્ડ નેવિસ પેટ્રિયેટ્સની ટીમ બાર્બેડોઝ રૉયલ્સને ૨૧ રનના અંતરથી સરળતાથી હરાવ્યું હતું.


 

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2021 01:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK