Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > તાએ ક્વાન ડોની સ્પર્ધામાં બી. એસ. પાસી ક્લબના સ્પર્ધકો ૧૮ મેડલ જીત્યા

તાએ ક્વાન ડોની સ્પર્ધામાં બી. એસ. પાસી ક્લબના સ્પર્ધકો ૧૮ મેડલ જીત્યા

21 October, 2021 04:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ આખી સ્પર્ધામાં કુલ ૨૩ પ્લેયરોએ ભાગ લીધો હતો

બી. એસ. પાસી ક્લબના સ્પર્ધકો

બી. એસ. પાસી ક્લબના સ્પર્ધકો


તાજેતરમાં ધારાવી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે આયોજિત તાએ ક્વાન ડોની જિલ્લા સ્પર્ધામાં બી. એસ. પાસી ક્લબની તાએ ક્વાન ડો ઍકૅડેમીના સ્પર્ધકો વિવિધ કૅટેગરીમાં કુલ ૧૮ મેડલ જીત્યા હતા, જેમાં ૭ સ્પર્ધકોએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતાં. આ આખી સ્પર્ધામાં કુલ ૨૩ પ્લેયરોએ ભાગ લીધો હતો. ગોલ્ડ મેડલ વિજેતાંઓમાં દિયા ખુશાલ ગવળી, જિનય મહેતા, હવિશા ચોકસી, હર્ષિવ દેસાઈ, કૌસ્તુભ શિર્સેકર, હીર સંદીપ શાહ અને મન્વીર રાઠોડનો સમાવેશ હતો. વિયારા જોઇશેર, આરોહી રાઠોડ અને ક્રિશા સંદીપ શાહને સિલ્વર મેડલ તથા કાવ્યંશ પરમાર, હૃધાંશ દવે, રિત્વી ભાયાણી, દિશા ચૌહાણ, રિશી અમિત મંગે, પરિતા ભાયાણી, આશના કામદાર તથા પ્રાંજલ સુતારને બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો. ત્રણ વર્ષ પહેલાં તાએ ક્વાન ડોની તાલીમ શરૂ કરનાર દિયા ગવળી અન્ડર-૧૨ વર્ગમાં સુવર્ણચંદ્રક જીતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2021 04:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK