Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પત્ની દીપિકા બાદ પતિ અતનુ દાસ પણ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં

પત્ની દીપિકા બાદ પતિ અતનુ દાસ પણ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં

30 July, 2021 02:10 PM IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અતનુએ ગઈ કાલે બે વાર ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર કોરિયન ખેલાડીને હરાવીને મોટો અપસેટ સરજ્યો

અતનુ દાસ અને દીપિકાકુમારી

અતનુ દાસ અને દીપિકાકુમારી


આર્ચરીમાં ગઈ કાલે ભારતીય પુરુષ ખેલાડી અતનુ દાસે પત્ની દીપિકાકુમારીના પર્ફોર્મન્સથી પ્રેરિત થઈને મોટો અપસેટ સર્જીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બુધવારે દીપિકાકુમારીએ ભુતાનની અને અમેરિકાની ખેલાડીને પછાડીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે અતનુ દાસે ગઈ કાલે સાઉથ કોરિયાના અને બે વાર ઑલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ઓહ જીન હ્યેકને હરાવીને ગેમ્સમાંથી બહાર કરીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અતનુ દાસની તેના કરીઅરની આ બેસ્ટ જીત બની હતી.

પાંચ સેટના સંઘર્ષ બાદ બન્ને ખેલાડીઓ ૫-૫થી બરોબરી પર રહ્યા હતા. આખરે શૂટઆઉટમાં કોરિયન ખેલાડીના ૯ના સ્કોર સામે અતનુએ પર્ફેક્ટ ૧૦નો સ્કોર કરીને બાજી મારી લીધી હતી.



કોરિયન ખેલાડી ૨૦૧૨ના લંડન ઑલિમ્પિકમાં ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ જીત્યો હતો, જ્યારે હાલમાં ચાલી રહેલી ટોક્યો ગેમ્સમાં ટીમ ઇવેન્ટમાં પણ તે ગોલ્ડ જીત્યો હતો.


આર્ચરીમાં ભારતીયોમાં હવે અતનુ અને દીપિકા એ બન્ને કપલ જ બાકી રહ્યાં છે. બાકીના બધા ખેલાડીઓ હારીને બહાર થઈ ગયા છે. મિક્સ્ડ ડબલ્સમાં પત્ની સાથે રમવા ન મળવા બદલ અતનુએ ગઈ કાલે અફસોસ વ્યક્ત કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2021 02:10 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK