29 માર્ચનો ટેરો મેસેજ શું છે તમારે માટે? પસંદ કરો કોઇપણ એક કાર્ડ
Click To Flip For Fortune
1
સેવન ઑફ કપ્સનું કાર્ડ તમને સંદેશ આપે છે કે વિચારોમાંથી બહાર આવો, ફેન્ટસી લેન્ડમાંથી બહાર આવો, વિશફુલ થિંકીંગ ન કર્યા કરો કે આમ હોત તો આમ થાત. તમારા અંતરના અવાજને અનુસરો. તમારા મનમાં બહુ બધા ક્રિએટિવ વિચારો છે અને હવે વખત છે કે તમે તમારા વિચારો પર કામ કરો. કાર્ડ સૂચવે છે કે વાસ્તવિકતા સાથે મેળ ખાય તેવી પસંદગી કરો. વિચારો કરીને બેસી રહેવાનું બંધ કરો અને તમારી નિર્ણયશક્તિને મજબુત બનાવો, અંદરથી બાંધેલી મર્યાદાઓ જતી કરો.
ટેરો રિડીંગ - બબીતા કકરાનિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @healingheavens_babita, મોબાઈલ- 9322523155
2
ટુ ઑફ પેન્ટાકલ્સનું કાર્ડ તમને કહે છે કે તમે તમારી પ્રાયોરિટીઝ અને જવાબદારીઓ કોઇ જગલરની માફક મેનેજ કરી રહ્યા છો. વર્ક લાઇફ બેલેન્સ કરો છો અને એ બહુ સારી રીતે કરી રહ્યા છો. તમારે તમારો સમય અને શક્તિ સાચવીને વાપરવા જેથી તમે આ સંતુલન ખોઇ ન બેસો. તમે બહુ બધી જવાબદારીઓમાં વ્યસ્ત હોય ત્યારે આ સંજોગો ખડા થતા હોય છે પણ તમારે બ્રેક લેવો પણ જરૂરી છે. વળી તમે રોજિંદી બહુ બધી જવાબદારીઓમાં બીઝી હોવાથી કોઇ મોટી તક કે મોટી બાબત મિસ તો નથી કરી રહ્યાને એ પણ જરા ધ્યાન રાખજો. તમારી જવાબદારીઓ વધારે તો છે જ એટલે ટુ ડુ લિસ્ટ બનાવી કામ કરજો જેથી કશું ચૂકી ન જવાય. જરૂર પડે તો કોઇની મદદ લેજો. તમે તમારા સાથીદાર સાથે પણ શેમાં પૈસા ખર્ચવાની ચર્ચા કરતા હો તેમ બને - જે પણ નિર્ણય લો સમજી વિચારીને લેજો, આવક અને જાવકની ગણતરીઓ બરાબર માંડજો.
ટેરો રિડીંગ - બબીતા કકરાનિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @healingheavens_babita, મોબાઈલ- 9322523155
3
નાઇન ઑફ સ્વૉર્ડ્ઝના તમારે માટે મેસેજ અને માર્ગદર્શન છે કે તમારા માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખો. રિલેક્સ થાવ અને તમારી ઉંઘની કાળજી રાખો, બધી જ તાણ, ડર, ચિંતા, ગુનાઇત લાગણી અને બીજી તમામ નકારાત્મક લાગણીઓને ફગાવી દો. તમને કદાચ જે વસ્તુનો સૌથી વધુ ડર છે તે બાબત થવાની જ નથી. તમારી ચિંતા તમારી પરિસ્થિતીને વધારે ભારે બનાવી રહી છે. કોઇપણ પ્રકારનો ડર અને ચિંતા સતત વિચારમાં રાખશો તો સાચા પડશે, તમારી ઉંઘ પુરતી થાય તેની તકેદારી રાખો.
ટેરો રિડીંગ - બબીતા કકરાનિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @healingheavens_babita, મોબાઈલ- 9322523155
4
તમારા ગુસ્સા પર કાબુ રાખો. આજે તમને અચાનક મિજાજમાં ફેરફાર થયો હોવાનું લાગશે અને કોઇ બદલાવ પણ આવી શકે છે જે તમે ધાર્યો ન હોય. આ સમય છે કે તમે સજાગ રહીને, મન શાંત રાખીને નિર્ણય કરો, કોઇપણ પસંદગી ઉતાવળે ન કરવી પણ મગજ શાંત રાખીને જ કરવી. આ અંત પણ એક શરૂઆતની જ નિશાની છે પણ સોનાની ખરાઇ માટે તેણે પણ આગમાંથી પસાર થવું પડે છે. રિલેશનશીપના ઇશ્યુઝ હશે તો પ્રામાણિક અભિગમ જ તમને મદદરૂપ થશે.
ટેરો રિડીંગ - બબીતા કકરાનિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @healingheavens_babita, મોબાઈલ- 9322523155
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.