માઇક્રોવેવની સફાઈ કઈ રીતે કરશો?
એઆઇ
પા કપ પાણીમાં ૪ મોટી ચમચી બેકિંગ સોડા મિક્સ કરી પેસ્ટ બનાવીને માઇક્રોવેવની અંદરના ભાગમાં લગાવીને હળવા હાથે ઘસવું અને અડધો કલાક રહેવા દઈને એક કપડાથી લૂછી નાખવું.
એઆઇ
વાટકામાં પાણી લઈને ચમચી લીંબુનો રસ અથવા વિનેગર મિક્સ કરો, ૫ મિનિટ માઇક્રોવેવમાં ગરમ કરો. પછી એને બંધ કરીને પાંચ મિનિટ અંદર રહેવા દો. પછી કૉટનના કપડાથી સાફ કરો.
એઆઇ
માઇક્રોવેવને બહારથી સાફ કરવા માટે ગ્લાસ ક્લીનરનો ઉપયોગ કરવો. એને સ્પ્રે કરીને રહેવા દો અને પછી એક કપડાથી સાફ કરી દો.
એઆઇ
માઇક્રોવેવમાંથી કાચની ટ્રે કાઢીને તેને નિયમિત રીતે ડીશ સોપથી ધુઓ પછી સાફ કરીને પાછી અંદર મૂકો.
એઆઇ
સફાઈ દરમ્યાન પાણીનો અધિક ઉપયોગ માઇક્રોવેવને ખરાબ કરી શકે છે. તેથી પાણી ઓછું વાપરવું હિતાવહ રહેશે.
એઆઇ
ડાબે પડખે ઊંઘવાના છે લાભ જ લાભ