મૅન્ચેસ્ટર ટેસ્ટ પહેલાં મુશ્કેલીમાં ટીમ ઇન્ડિયા
એજન્સી
નીતિશ કુમાર રેડ્ડી
જીમમાં કસરત દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ અને નીતિશ ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. રેડ્ડીને લિગામેન્ટ ઇન્જરી થઈ છે. તેણે બે ટેસ્ટ રમી છે અને પ્રદર્શન પ્રભાવશાળી નથી.
આકાશ દીપ
જંઘામૂળની ઈજાથી પીડાતા આકાશ દીપની ઉપલબ્ધતા અંગે કોઈ સ્પષ્ટતા નથી. ભારતનો અનુભવી ઝડપી બોલર ત્રીજી અને ચોથી ટેસ્ટ રમ્યો હતો. જેમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે.
અર્શદીપ સિંહ
અર્શદીપના બોલિંગ વાળા ડાબા હાથમાં ઈજા થઈ છે. નેટ સેશન દરમિયાન સાઈ સુદર્શનનો શોટ બચાવતી વખતે તે જખમી થયો હતો. અર્શદીપ માટે મૅન્ચેસ્ટર ટેસ્ટમાં રમવું મુશ્કેલ છે.
રિષભ પંત
લોર્ડ્સ ટેસ્ટમાં પંતને આંગળીમાં વાગ્યું અને તે વિકેટકિપિંગ નહોતો કરી શક્યો. પ્રેક્ટિસ સેશનમાં પણ વિકેટકીપિંગ નથી કરી, જોકે બેટ્સમેન તરીકે રમવું નિશ્ચિત લાગે છે.
અંશુલ કંબોજ
અર્શદીપ સિંહ ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને બીસીસીઆઈએ ૨૪ વર્ષીય અંશુલ કંબોજને ટીમમાં સામેલ કર્યો છે.
ખોટા સમયે પાણી પીવાથી થાય છે બીમારીઓ