લાબુબુ ડૉલનાં આ ઇન્ડિયન વર્ઝન જોયાં?
સોશ્યલ મીડિયા
લાબુબુ નામની ઢીંગલીએ વિશ્વઆખાને પોતાના પ્રેમમાં પાડ્યું છે ત્યારે ઓડિશાના લી પટનાઈક નામના એક ઉદ્યોગપતિએ આ ઢીંગલીનાં ઇન્ડિયન વર્ઝન્સ તૈયાર કર્યાં છે.
સોશ્યલ મીડિયા
તેમણે લાબુબુ ડૉલની ગોળમટોળ અને બેઠા ઘાટની કદકાઠીને બરકરાર રાખીને એને ઇન્ડિયન પોશાક પહેરાવીને ભારતના દરેક રાજ્યની ખાસિયત ધરાવતી લાબુબુ ડૉલ્સ ક્રીએટ કરી છે.
સોશ્યલ મીડિયા
એને દરેક રાજ્યની ખાસિયત કહેવાય એવાં કૉસ્ચ્યુમ્સ પહેરાવીને પટનાઈકભાઈએ ખાસ નામ પણ આપ્યું છે. અલબત્ત, આ એક સોશ્યલ મીડિયા ક્રીએશન જ છે.
સોશ્યલ મીડિયા
તેમણે પહેલાં તો ઓડિશાની સ્થાનિક વેશભૂષામાં સજ્જ ડૉલ બનાવી અને એને નામ આપ્યું લાબુ બોઉ. એ પછી તેમણે કેટલાક ફેમસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરાવીને બનાવી.
સોશ્યલ મીડિયા
રાજસ્થાની ઘાઘરા-ચોલીમાં સજ્જ લાબુ છોરી અને પંજાબી કન્યા લબિન્દર તૈયાર કરી. આ સર્જન પછી તો સોશ્યલ મીડિયા પર અનેક લોકો તેમને પૂછવા લાગ્યા કે અમારા રાજ્યની લાબુબુ?
સોશ્યલ મીડિયા
થોડા જ દિવસોમાં લી પટનાઈકે બીજાં પણ આવાં લાબુબુ ક્રીએશન્સ શૅર કરી દીધાં. મહારાષ્ટ્રની લાબુબાઈ, કાશ્મીરની લાબુ જાન, પશ્ચિમ બંગાળની લાબૌડી, ગુજરાતની લાબુબેન પણ!
સોશ્યલ મીડિયા
નટખટ પ્લસ ક્યૂટનેસ એટલે આરોહી પટેલ