ભારે વરસાદમાં પણ હળવી પળો માણી લે તે જ અસલી મુંબઈકર્સ
મિડ-ડે ફોટોગ્રાફર્સ
નાના બાળકોએ રેલવે ટ્રેકની બાજુમાં ભરાઈ ગયેલા પાણીમાં માછલીઓ પકડવાની મોજ માણી હતી.
આશિષ રાણે
ઘુંટણસમા પાણીમાં કઈ રીતે ચાલવું એવું વિચારતા લોકોની વચ્ચે માટુંગાના ગાંધી માર્કેટમાં આ યુવાને ટ્યુબ પર બેસીને પાણીમાં તરવાની મોજ માણી હતી.
શાદાબ ખાન
રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો ત્યારે આ મુંબઈકર્સે એક ટ્રક ડ્રાઇવરને પાણીમાંથી નીકળવામાં મદદ કરીતા તેમના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.
શાદાબ ખાન
ધોધમાર વરસાદમાં આ બાઇકરે સોલો રાઇડની મજા માણી હોય તેવું ચોક્કસ આ તસવીર પરથી કહી શકાય.
આશિષ રાણે
ભરવરસાદમાં લિફ્ટ મળી જતાં કામ પર જઈ રહેલા આ મુંબઈગરાંઓ ખુશખુશાલ દેખાતા હતા.
શાદાબ ખાન
ફેસ્ટિવ ડિટોક્સ માટેની બેસ્ટ 5 ટિપ્સ