સેઇલ ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનશિપ મુંબઈમાં શરૂ
કીર્તિ સુર્વે પરાડે
SBI સેઇલ ઇન્ડિયા 2025 સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ ૨૧ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહી છે.
BMCના સમર્થન સાથે યાટિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા (YAI)ના નેજા હેઠળ સેઇલ ઇન્ડિયા 2025 નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેઇલિંગ રેસ મરીન ડ્રાઇવના ખાડી વિસ્તારમાં ગિરગાંવ ચોપાટી અને મુંબઈમાં રાજભવન નજીક યોજાઈ રહી છે.
આ કાર્યક્રમ દેશભરમાંથી ટોચના સ્તરના ખલાસીઓને આકર્ષે છે અને સ્પર્ધકો અને દર્શકો બંને માટે ઉત્સાહ જગાડે છે.
આ વાર્ષિક સેઇલિંગ ઇવેન્ટ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ગિરગાંવ ચોપાટી પર આર્મી યાચિંગ નોડ, મુંબઈ દ્વારા આયોજિત કરવામાં આવે છે.
સેઇલિંગ ઇવેન્ટમાં દર વર્ષે દેશભરના વિવિધ ક્લબોમાંથી ૧૫૦ કરતા પણ વધુ ખલાસીઓ ભાગ લે છે.
મહાકુંભમાં સેવા આપી આ ગુજરાતી એક્ટરે