એશિયા કપ T20Iમાં સૌથી વધુ વિકેટ લીધી છે આ ખેલાડીઓએ
એએફપી
ભુવનેશ્વર કુમાર - ભારત
એશિયા કપ T20માં સૌથી વધુ વિકેટ લેવામાં ભુવનેશ્વર કુમાર ટોચ પર છે. ભુવનેશ્વરે ૯.૪૬ની ઉત્કૃષ્ટ સરેરાશથી ૧૩ વિકેટ લીધી, જેનો ઇકોનોમી રેટ ૫.૩૪ છે.
અમજદ જાવેદ – યુએઈ
૨૦૧૬માં એશિયા કપ T20માં રમનાર યુએઈના મધ્યમ ગતિના બોલર અમજદ જાવેદે માત્ર સાત મેચમાં ૧૪.૦૮ની સરેરાશથી ૧૨ વિકેટ લીધી છે. તે યાદીમાં બીજા સ્થાને છે.
મોહમ્મદ નાવિદ – યુએઈ
યુએઈનો ઝડપી બોલર મોહમ્મદ નાવિદ યાદીમાં ત્રીજા નંબરે છે. ૨૦૧૬ની ટુર્નામેન્ટમાં ૧૩.૧૮ની સરેરાશથી ૧૧ વિકેટો લઈને પ્રભાવિત પ્રદશર્ન કર્યું હતું.
રાશિદ ખાન – અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનના મુખ્ય લેગ-સ્પિનર રાશિદ ખાને ૮ મેચમાં ૧૮.૩૬ ની સરેરાશથી ૧૧ વિકેટ લીધી છે. તે યાદીમાં ચોથા સ્થાને છે.
હાર્દિક પંડ્યા – ભારત
ભારતના વર્તમાન T20I ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ૮ મેચોમાં ૧૮.૮૨ની સરેરાશ સાથે ૧૧ વિકેટ લીધી છે અને પાંચમા નંબરે સ્થિર છે.
7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય