લસણ કાળું ન પડે એ માટે શું કરવું?
એઆઇ
લસણને જાળીવાળી થેલીમાં કે ટોપલીમાં રાખો જેથી હવાની અવરજવર થતી રહે અને ભેજને લીધે એ કાળું ન પડે.
એઆઇ
છોલેલું લસણ લાંબા સમય માટે રાખવા કાચની એક બરણીમાં તેલ નાખો અને એમાં ડુબાડીને રાખો. તેલ હવાનો સંપર્ક અટકાવે છે તેથી ભેજ લાગતો નથી. એક અઠવાડિયા સુધીમાં વાપરી લો.
એઆઇ
લસણ ફોલીને ફ્રીઝરમાં રાખશો તો પણ એ અઠવાડિયા સુધી ખરાબ નહીં થાય.
એઆઇ
લસણની ટોકરીમાં કાગળના ટુકડા રાખવાથી એ ભેજને શોષી લેશે અને લસણને ખરાબ થવા નહીં દે.
એઆઇ
લસણની લાંબા સમય સુધી સાચવવા એને છોલીને હળવા તાપે અવનમાં રાખો અથવા સૂર્યપ્રકાશમાં સૂકવો. સુકાઈ જાઈ પછી મિક્સરમાં પીસીને પાઉડર બનાવો. ઍરટાઇટ ડબ્બામાં સ્ટોર કરો.
એઆઇ
કાંદા કાપતી વખતે આંખો ન બળે એટલા માટે શું કરવું?