પૂરી સૉફ્ટ અને ફૂલેલી થાય એ માટે આટલું કરો
એઆઇ
પૂરીનો લોટ રોટલીના લોટ કરતાં થોડો કઠણ બાંધવો અને એને બાંધતી વખતે એમાં તેલ અથવા ઘી ગરમ કરીને નાખવું.
એઆઇ
લોટમાં થોડો રવો નાખશો તો એ થોડી સૉફ્ટ થવાની સાથે થોડી ક્રિસ્પી પણ બનશે. લોટ બાંધ્યા બાદ એને ૨૦ મિનિટનો રેસ્ટ આપવો ફરજિયાત છે.
એઆઇ
પૂરી બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ ન રહે એ રીતે વણવી.
એઆઇ
વણેલી પૂરીને સૂકી થવા ન દેવી. એને તરત જ તળી લેવી અથવા વાર હોય તો કૉટનના ભીના કપડામાં રાખીને ઢાંકી દેવી જેથી એનું મૉઇશ્ચર સુકાઈ ન જાય.
એઆઇ
તળ્યા પછી પૂરીને ટિશ્યુ પેપર પર ન રાખવી. આમ કરવાથી ભેજ શોષાઈ જશે અને એની સૉફ્ટનેસ જતી રહેશે.
એઆઇ
એકસાથે વધુ પૂરી તળવાથી તેલનું તાપમાન ઘટી જશે. એ સૉફ્ટ નહીં બને અને સરખી રીતે ફૂલશે નહીં.
એઆઇ
પરાઠાને સૉફ્ટ બનાવવાં હોય તો આટલું કરો