કઠોળ અને અનાજને ભેજથી કઈ રીતે બચાવવાં?
પ્રતીકાત્મક તસવીર
ઘઉં, ચોખા, જુવાર, બાજરો જેવાં અનાજને હંમેશાં ઍરટાઇટ ડબ્બા કે કાચની બરણીમાં જ રાખવાં. થેલી કે હવાની અવરજવર થઈ શકે એવા ઢીલા ઢાંકણવાળા ડબ્બામાં રાખશો તો ભેજ લાગશે.
એઆઇ
કઠોળમાં હિંગ અને અનાજમાં લવિંગ, કાળાં મરી કે તેજ પત્તાં મૂકવાથી એમાં ભેજ પણ નથી લાગતો અને કુદરતી રીતે જીવાત થતાં પણ રોકે છે.
એઆઇ
કડવા લીમડાનાં સૂકાં પાન રાખવાથી પણ અનાજને નુકસાન થતું નથી.
એઆઇ
જો તમે થોડા-થોડા પ્રમાણમાં કઠોળ ખરીદો છો તો અનાજને ફ્રિજમાં રાખવાથી પણ ભેજ લાગવાની શક્યતા નહીંવત્ થઈ જાય છે.
એઆઇ
જૂના અનાજનો પાઉડર કે ધૂળ નવા અનાજમાં નભળે એ માટે ડબ્બા ભરીએ એ પહેલાં સાફ કરીને સૂકાં કરી લેવાં.
એઆઇ
દેવોલિના ભટ્ટાચાર્જીના આ લૂક્સ છે સ્ટાઇલ સ્ટેટમેન્ટ્સ