ચાંદીનાં વાસણોને કેવી રીતે ચમકાવશો?
એઆ
પાણીમાં થોડા બેકિંગ સોડા નાખીને નરમ બ્રશથી હળવા હાથે ઘસો અને પછી સાફ પાણીથી ધોઈ નાખશો એટલે ચાંદીનાં વાસણો અને દાગીના ચમકશે.
એઆઇ
એક બાઉલમાં ઍલ્યુમિનિયમ ફૉઇલ મૂકીને એમાં ગરમ પાણી નાખો. પછી મીઠું અને બેકિંગ સોડા નાખીને દાગીના કે નાનાં વાસણોને પાંચ-દસ મિનિટ સુધી રાખવાં અને પછી કાઢીને સાફ કરો
એઆઇ
સફેદ કલરની ટૂથપેસ્ટને બ્રશમાં લગાવીને ઘસવાથી પણ ચાંદી ચળકશે.
એઆઇ
લીંબુને કાપી એમાં મીઠું ભભરાવીને વાસણ પર ઘસવાથી તરત જ એની ચમક પાછી આવશે.
એઆઇ
લાકડાની રાખને પાણી સાથે મિક્સ કરીને એનાથી વાસણ ઘસવાનો નુસખો પણ અસરકારક સાબિત થશે.
એઆઇ
ફ્રિજની દુર્ગંધને દૂર કરવા આટલું કરો