2020માં વર્ધમાન જ્વેલર્સે સોના સામે 0% લોનની યોજના શરૂ કરી અને હવે તો ગોલ્ડ લોન્સમાં છે અગ્રેસર

11 June, 2021 06:10 PM IST  |  Mumbai | Partnered Content

વર્ધમાન ગ્રૂપનાં નવા સાહસ (જ્વેલરી બિઝનેસ વેલ્યુએશન અને ફાઇનાન્સ બિઝનેસ સાથે)માં ફિલ્મો, પ્રોપર્ટીઝ, ઓટોમોબાઇલ્સ, એન્ટિક અને પેઇન્ટિંગ્ઝ તથા મીડિયા બિઝનેસનો સમાવેશ થાય છે

સૌથી ઝડપથી વિકસેલી ગોલ્ડ લોન કંપની હોવાને કારણે પ્રાઇડ ઑફ મુંબઇ 2020 એવોર્ડ એનાયત થયો છે

વર્ધમાન જ્વેલરસ્ની (ESTD 1981) સફળથાની એક મજાની વાત છે. એક નાનકડી દુકાન કઇ રીતે મોટામસ શો રૂમમાં ફેરવાઇ ગઇ તેની આ સ્ટોરી છે.

દુકાનની શરૂઆત 1981માં થઇ હતી.  સ્વ ગણેશમલ તેજરાજ સંઘવીએ નાના પાયે ચાંદીની ચીજો વેચવાની દુકાન શરૂ કરી. વર્ષોથી તેમને તેમના સંતાનો મુકેશજીએસ અને સંજીવજીએસ તરફથી સતત સહકાર મળ્યો સાથે મળી તેમની આકરી મહેનત અને કૌશલ્ય જેને કારણે તે દુકાન આજે જે છે ત્યાં સુધી પહોંચી. હવે તે અંધેરી વેસ્ટ મુંબઇમાં આવેલો સોના અને ડાયમંડની જ્વેલરી બિઝનેસ કરતો સૌથી વિશ્વાસુ શોરૂમ અને બ્રાન્ડ છે. અંધેરી વેસ્ટમાં હોય તેવા એક માત્ર સરકાર માન્ય વેલ્યુઅરમાં તેમનું નામ છે તથા ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા જાન્યુઆરી 2020માં તેમને પશ્ચિમ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી વેલ્યુઅરનો એવોર્ડ પણ મળ્યો છે. આ એવોર્ડનું આયોજન ટાઇમ્સ ગ્રૂપ દ્વારા થયું હતું અને દિયા મિર્ઝાને હાથે તે એનાયત કરાયો હતો.

મુકેશજીએસ એક ચાવીરૂપ પ્લાનર છે જે સમય કરતાં આગળ વિચારે છે અને લોકોની રગ પારખે છે. તેમની પીઆર સ્કિલ્સ અફલાતુન છે અને જે પણ વ્યક્તિ એકવાર તેમના સંપર્કમાં આવે છે તે હંમેશ માટે ગ્રાહક બની જાય છે. તમને જાણે તેમની સાથે બંધાઇ જ જશો. તે બહુ મળતાવડા છે અને વ્યક્તિની અલગ અલગ જરૂરિયાતો પણ  સમજે છે. બીજી તરફ હેમલતા એમ સંઘવી જે મુકેશ સંધવીના પત્ની છે અને વ્યવસાયે કમ્પ્યુટર એન્જિનિયર છે તે કંપનીની કરોડરજ્જુ છે. તેમણે પેઢીને હાઇ-ટેક સિસ્ટમ સાથે અને ઑટોમેશન પ્રોસેસથી ધરમૂળથી બદલી નાખી છે. બિલિંગની બધી જટિલ પ્રક્રિયાઓ અને ડેટા સિસ્ટમ હવે ફિંગર ટિપ પર છે જેને કારણે ત્રીજી પેઢી પણ આકર્ષાઇ છે જેમાં શુભમ (એમબીએ), અનિકેત (બીબીએ લંડન), રિશી (જેમોલોજિસ્ટ) અને આશિષ (કોરિયોગ્રાફર જે હવે જેમોલોજિસ્ટ બની રહ્યા છે) આ પેઢી વૈશ્વિક સ્તરે આ સામ્રાજ્યને લઇ જવા તૈયાર છે. વર્ધમાન ગ્રૂપ હવે નવા બિઝનેસ વેન્ચર્સ ટ્રાય કરે છે.

વર્ધમાન કૂપ ક્રેડિટ સોસાયટીને 2016માં ત્રીજી પેઢીએ હાથમાં લીધી અને તેને લીડિંગ ગોલ્ડ લોન કંપનીમાં ફેરવી નાખી. તેને સૌથી ઝડપથી વિકસેલી ગોલ્ડ લોન કંપની હોવાને કારણે પ્રાઇડ ઑફ મુંબઇ 2020 એવોર્ડ એનાયત થયો છે. એ એવોર્ડ મિડ-ડે ગ્રૂપ દ્વારા ભાજપાના પ્રવક્તા શાયના એનસી અને મિસ ઇન્ડિયા તથા અભિનેત્રી પૂજા ગુપ્તાને હાથે અપાયો હતો.

વર્ધમાન ગ્રૂપનાં નવા સાહસ (જ્વેલરી બિઝનેસ વેલ્યુએશન અને ફાઇનાન્સ બિઝનેસ સાથે)માં ફિલ્મો, પ્રોપર્ટીઝ, ઓટોમોબાઇલ્સ, એન્ટિક અને પેઇન્ટિંગ્ઝ તથા મીડિયા બિઝનેસનો સમાવેશ થાય છે. ગ્રૂપ સૌથી વધુ વિશ્વાસુ બિઝનેસ હાઉસ ગણાય છે જે સારી ગુણવત્તાની ચીજો આપે છે અને 100 ટકા પારદર્શિતા સાથે સારી કસ્ટમર સર્વિસ આપે છે.

વિશ્વાસ અને બ્રાન્ડ લોયલ્ટી સાથે તેઓ રોજ નવા ક્ષિતિજ સર કરે છે, નવી ઊંચાઇ મેળવે છે અને વેલ્થ ક્રિએટ કરે છે જેમાં દરેકને સફળતાના શિખરે જવાનો મોકો મળે છે.

 

 

business news