Foodology
ગુજરાત સમૃદ્ધ અને જીવંત સંસ્કૃતિની ધરાવતું રાજ્ય છે, જ્યાં અનેક રંગબેરંગી અને સ્વાદિષ્ટ વાનગીઓના સુમેળ જોવા મળે છે. ગુજરાતના ફૂડ સીનની વાત કરીએ, તો અહીં એવી ઘણી જગ્યાઓ છે જે તેમના વિશિષ્ટ સ્વાદ અને વાનગીઓ માટે જાણીતી છે. એક વાનગી અનેક પધ્ધતિ અને સ્વાદ સાથે પીરસવામાં આવે છે અને દરેક સ્વાદમાં અનેરી મોજ પડે છે. આજે આપણે સૌરાષ્ટ્રના જુનાગઢ શહેરમાં આવેલી એક એવી પેઢી વિશે વાત કરીશું, જે છેલ્લા 60 વર્ષથી `બજરંગ ગાંઠિયા - ભજીયા હાઉસ` ના નામે પ્રસિદ્ધ છે. એક વર્ષ અગાઉ, આ બ્રાન્ડ દ્વારા જૂનાગઢ અને સુરત પછી અમદાવાદના દક્ષિણ વિસ્તાર બોપલ અને પૂર્વ વિસ્તાર નિકોલમાં પોતાની શાખાઓ શરૂ કરી છે, જે શહેરના ફૂડ લવર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે અને તમામ વયના લોકો માટે લોકપ્રિય અને ટ્રેન્ડિંગ હૉટસ્પોટ છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
06 September, 2024 12:25 IST
| Gujarati Mid-day Online Correspondent