આપનો સ્વભાવ પરિશ્રમ અને ધાર્યુ કરવામાં માનનારો છે. આજે આપને મહેનતનું યોગ્ય વળતર પણ મળી શકે પણ ગણેશજીને લાગે છે કે કેટલાક પ્રતિકુળ યોગથી આપના હાથમાં આવેલી તકો સરી જવાની શક્યતા છે. તેથી આપને સલાહ આપવામાં આવે છે કે આપે દરેક વસ્તુ પાછળ ન દોડવુ જોઇએ અને યોગ્ય તક ઝડપવા રાહ જોવી જોઇએ.