વોડાફોન આઇડિયાની ફાઇવ-જી ટ્રાયલમાં ૪ જીબીપીએસની સ્પીડ

27 November, 2021 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંપની નોકિયા સાથે ગાંધીનગરમાં અને એરિક્સન સાથે પુણેમાં 5જી ટ્રાયલ કરી રહી છે. સરકારે 5જી ટ્રાયલની મુદત છ મહિના સુધી લંબાવી છે. 

પ્રતીકાત્મક તસવીર

ટેલિકૉમ ઓપરેટર વોડાફોન આઇડિયા લિમિટેડે જણાવ્યા મુજબ હાલ ચાલી રહેલી 5જી ટ્રાયલ દરમ્યાન કંપનીએ પ્રતિ સેકંડ ૪ ગિગાબાઇટની ઝડપ પ્રાપ્ત કરી છે. ભવિષ્યમાં લિલામ માટે મુકાનારા ૨૬ ગિગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમના બૅન્ડ (મિલિમીટર બૅન્ડ)માં આ ઝડપ પ્રાપ્ત કરાઈ છે. 
કંપનીના ચીફ ટેક્નૉલૉજી ઑફિસર જગબીર સિંહે જણાવ્યા મુજબ ટ્રાયલ દરમ્યાન મિલિમીટર બૅન્ડમાં ૪.૨ જીબીપીએસ (ગિગાબાઇટ પર સેકંડ)ની ઝડપ મેળવી શકાઈ છે. કંપની નોકિયા સાથે ગાંધીનગરમાં અને એરિક્સન સાથે પુણેમાં 5જી ટ્રાયલ કરી રહી છે. સરકારે 5જી ટ્રાયલની મુદત છ મહિના સુધી લંબાવી છે. 
આ ટ્રાયલ દરમ્યાન કંપનીએ દૂરના સ્થળેથી કરાતાં બીમારીનાં નિદાન, ક્લાઉડ ગેમિંગ, જાહેર સલામતી, તાકીદની સેવાઓ વગેરેનું પ્રાત્યક્ષિક બતાવ્યું છે. 

business news