ટ્રાવેલ અને ટૂરિઝમમાં નવી નોકરી માટેની એડ ડિસેમ્બરમાં ચાર ટકા વધી

26 January, 2022 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૉન્સ્ટર એમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સે તૈયાર કરેલા અહેવાલ અનુસાર કોરોનાના બીજા મોજા બાદ ટ્રાવેલ અને ટૂરિઝમ ઉદ્યોગમાં નોકરીઓમાં ભરતી વધી છે

પ્રતીકાત્મક તસવીર

ટ્રાવેલ અને ટૂરિઝમ ક્ષેત્રે નવા રોજગાર માટેની જાહેરાતોનું પ્રમાણ ગયા ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે ૪ ટકા વધી ગયું હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 
મૉન્સ્ટર એમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સે તૈયાર કરેલા અહેવાલ અનુસાર કોરોનાના બીજા મોજા બાદ ટ્રાવેલ અને ટૂરિઝમ ઉદ્યોગમાં નોકરીઓમાં ભરતી વધી છે. જુલાઈમાં એમાં ૧૬ ટકા વૃદ્ધિ થઈ હતી. કોરોનાને લીધે લાગુ કરવામાં આવેલાં નિયંત્રણોને કારણે લાંબા સમય સુધી ઘરમાં રહીને કંટાળી ગયેલા લોકો વધુ ને વધુ પ્રમાણમાં ફરવા જવાનું આયોજન કરવા લાગ્યા હતા. એને પગલે પર્યટનનું પ્રમાણ વધ્યું હતું. જોકે કોરોનાના ત્રીજા મોજાને પગલે ભરતીનું પ્રમાણ ૧ ટકો ઘટ્યું હતું. 

business news