16 September, 2025 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઑગસ્ટમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) પર આધારિત ભારતનો ફુગાવાનો દર વધ્યો છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર આ દર 0.52 ટકા હતો, જ્યારે ગયા વર્ષે ઑગસ્ટમાં એ માઇનસ 0.58 ટકા હતો. આનો અર્થ એ છે કે જથ્થાબંધ બજારમાં ભાવમાં થોડો વધારો થયો છે. ખાદ્ય પદાર્થો, ખનિજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ અને મૂળભૂત ધાતુઓના ઉત્પાદનના ભાવમાં થોડો વધારો થયો છે.
સરકારે કહ્યું હતું કે ‘ઑગસ્ટ ૨૦૨૫માં ફુગાવાના દરમાં વધારો મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, અન્ય ઉત્પાદન, બિનખાદ્ય વસ્તુઓ, અન્ય બિનધાતુ ખનિજ ઉત્પાદનો અને અન્ય પરિવહન સાધનો વગેરેના ભાવમાં વધારાને કારણે થયો છે. આનો સીધો અર્થ એ છે કે આ વસ્તુઓના ભાવમાં વધારાને કારણે ફુગાવો વધ્યો છે.’