01 October, 2026 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
RBI
બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા જમા કરાવનારા ખાતેદારો અને રોકાણકારો માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ વ્યાજદરોમાં પારદર્શકતા લાવવાના હેતુથી નવા નિયમો લાગુ કર્યા છે.
એમાંથી સૌથી પહેલો નિયમ છે બૅન્કોની તમામ શાખાઓમાં સમાન વ્યાજદર રાખવો પડશે. બૅન્કોએ એક જ તારીખે બુક કરેલી સમાન રકમની ફિક્સ્ડ ડિપોઝિટ માટે તેમની તમામ શાખાઓમાં એકસમાન વ્યાજદર આપવો પડશે.
બલ્ક ડિપોઝિટમાં પણ પારદર્શકતા આવે એ માટે વ્યાજદરની જાહેરાત બૅન્ક ખૂલતાં જ રોજ સવારે ૧૦ વાગ્યે બૅન્કોની સત્તાવાર વેબસાઇટ્સ પર જાહેર કરવી પડશે. રોજ સવારે ૧૦ વાગ્યાથી ૧૦.૧૦ સુધીમાં એટલે કે ૧૦ મિનિટના ગાળામાં આ બદલાવ અનિવાર્યપણે અપડેટ કરવો દરેક બૅન્ક માટે કમ્પલ્સરી રહેશે.