21 January, 2026 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી BSE ઇન્ડેક્સ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડે એક નવા ઇન્ડેક્સના પ્રારંભની જાહેરાત કરી છે. આ નવો ઇન્ડેક્સ છે BSE ક્લીન એન્વાયર્નમેન્ટ ઇન્ડેક્સ. આ ઇન્ડેક્સ ક્લીન એનવાયર્નમેન્ટની (પર્યાવરણ) થીમ પર કામ કરતી કંપનીઓની કામગીરીને ટ્રૅક કરશે.
BSE ક્લીન એનવાયર્નમેન્ટ ઇન્ડેક્સમાં BSE ૧૦૦૦ ઇન્ડેક્સમાંની વ્યક્તિગત ૧૫ ટકા વેઇટેજ ધરાવતી કંપનીઓને સમાવવામાં આવી છે. ઇન્ડેક્સની બેઝ વૅલ્યુ ૨૦૧૭ની ૧૮ ડિસેમ્બરે ૧૦૦૦ પૉઇન્ટ્સની હતી. આ ઇન્ડેક્સની અર્ધવાર્ષિક ધોરણે એટલે કે જૂન અને ડિસેમ્બર મહિનામાં પુનર્સમીક્ષા કરવામાં આવશે.
આ નવા ઇન્ડેક્સનો ઉપયોગ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ) અને ઇન્ડેક્સ ફન્ડ્સ જેવા પરોક્ષ રોકાણ-વ્યૂહોમાં કરી શકાશે. પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસિસ આ ઇન્ડેક્સનો બેન્ચમાર્ક તરીકે ઉપયોગ કરી શકશે. BSEએ આ નવો ઇન્ડેક્સ શરૂ કર્યો એનાથી રોકાણકારો હવે બજારની તકોના વ્યાપક સ્પેક્ટ્રમનો ઉપયોગ તેમની રોકાણ-વ્યૂહરચનાઓને વધુ સમૃદ્ધ બનાવીને કરી શકે છે.