16 December, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
દેશના રોકાણકાર વર્ગ માટે આરોગ્ય, સંપત્તિ અને નાણાકીય સાક્ષરતાના ત્રિવિધ હેતુસર ઝી બિઝનેસ અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ સાથે મળીને ૨૧ ડિસેમ્બરે મૅરથૉન નામે BSE બુલ રનનું આયોજન કર્યું છે. આ દોડ મુંબઈના ચર્ચગેટ નજીક આવેલા આઝાદ મેદાનમાં સવારે ૬.૩૦ વાગ્યે યોજાશે. ૧૦ કિલોમીટરની આ રેસનો પ્રારંભ સવારે ૭ વાગ્યાથી થશે.
આ દોડમાં સૌકોઈ સામેલ થઈ શકે છે, જે માટે નીચે આપેલી લિન્ક પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે ફ્રી છે. રજિસ્ટ્રેશન માટેની લિન્ક આ પ્રમાણે છે : https://www.townscript.com/e/bse-bull-run-2025-Mumbai