02 February, 2026 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો, માર્કેટપ્લેસ તથા અન્ય એન્ટિટીઝ જો ક્રિપ્ટોકરન્સીના વ્યવહારોની માહિતી સંબંધિત સત્તાવાળાઓને નહીં આપે તો એમની વિરુદ્ધ આકરાં પગલાં ભરવામાં આવશે એવું ૨૦૨૬-’૨૭ના બજેટમાં કહેવામાં આવ્યું છે. જો નિર્ધારિત સ્ટેટમેન્ટ અનુસાર ક્રિપ્ટોના વ્યવહારોનું રિપોર્ટિંગ કરવામાં નહીં આવે તો દંડ લાગશે. એનું પ્રમાણ રોજના ૨૦૦ રૂપિયા હશે. જો ખોટી વિગતો પૂરી પાડવામાં આવશે તો ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ થશે.
બજેટમાં ક્રિપ્ટો ઍસેટ્સ સંબંધના નિવેદનમાં જણાવાયા મુજબ આ દંડ થશે. નોંધનીય છે કે કાયદા મુજબ ક્રિપ્ટો ઍસેટ્સનું રિપોર્ટિંગ જરૂરી હોય છે. દંડને લગતી જોગવાઈઓ આગામી ૧ એપ્રિલથી લાગુ થશે એવું જણાવવામાં આવ્યું છે.