આઇસી૧૫ ઇન્ડેક્સ ૪,૪૧૯ પૉઇન્ટ વધ્યો

27 March, 2024 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૮૬,૫૨૪ ખૂલીને ૯૧,૬૬૩ની ઉપલી અને ૮૫,૮૮૭ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ હાલમાં થયેલા ઘટાડાની અસરમાંથી મંગળવારે બહાર આવી હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૫.૧૧ ટકા (૪,૪૧૯ પૉઇન્ટ) વધીને ૯૦,૯૪૩ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૬,૫૨૪ ખૂલીને ૯૧,૬૬૩ની ઉપલી અને ૮૫,૮૮૭ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ચેઇનલિંક, ડોઝકૉઇન, શિબા ઇનુ અને બિટકૉઇન ૫થી ૭ ટકાની રેન્જમાં વધ્યા હતા. બિટકૉઇન ૨૦૨૧ બાદ ફરી એક વાર ૭૦,૦૦૦ ડૉલરની ઊંચાઈ પાર કરી ગયો હતો અને ૭૦,૯૦૩.૭૯ ડૉલર થયો હતો. દરમ્યાન રશિયાના ક્રિપ્ટો ઉદ્યોગના અગ્રણીઓએ દેશમાં વધી રહેલા માઇનિંગ ઉદ્યોગને કાયદેસર બનાવવા માટેના ખરડાનો મુસદ્દો સરકારને સુપરત કર્યો છે. બીજી બાજુ યુનાઇટેડ આરબ એમિરેટ્સની કેન્દ્રીય બૅન્ક રીટેલ અને હોલસેલ સીબીડીસી (સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી)ના પ્રથમ તબક્કાની ચકાસણી શરૂ કરવા જઈ રહી છે.  

business news share market stock market crypto currency