કૉઇનબેઝ ભારતમાં ફરીથી કામકાજ શરૂ કરવા આતુર

17 February, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં હજી પણ ક્રિપ્ટોકરન્સીના નિયમન બાબતે સ્પષ્ટતા નથી અને એથી એને લગતો બિઝનેસ કરવામાં અનેક પડકારો સામે આવે છે.

ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

એક સમયે ભારતમાં કાર્યરત રહી ચૂકેલું અમેરિકાસ્થિત ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ - કૉઇનબેઝ ફરીથી દેશમાં કામકાજ શરૂ કરવા પ્રયત્નશીલ છે. આ દિશામાં એણે ફાઇનૅન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ સહિત દેશના નીતિના ઘડવૈયાઓ તથા નિયમનકારો સાથે ચર્ચાવિચારણા શરૂ કરી દીધી છે. ભારતમાં હજી પણ ક્રિપ્ટોકરન્સીના નિયમન બાબતે સ્પષ્ટતા નથી અને એથી એને લગતો બિઝનેસ કરવામાં અનેક પડકારો સામે આવે છે. સરકારે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ અનેક ધારાધોરણો નક્કી કર્યાં છે જેને લીધે ક્રિપ્ટોમાં કામકાજ કરવાનું અઘરું બને છે. પ્રતિકૂળ ધારાધોરણોને લીધે કૉઇનબેઝે ભારતમાં કામકાજ બંધ કરી દીધું હતું.

બીજી બાજું, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે સુધારો નોંધાયો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૧૬ ટકા વધીને ૩.૧૮ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇનમાં ૦.૨૯ ટકા અને ઇથેરિયમમાં ૧.૫૩ ટકા સુધારો થયો હતો. એક્સઆરપી ૧.૫૧ ટકા, બીએનબી ૭.૧૯ ટકા, ડોઝકૉઇન ૦.૬૭ ટકા અને કાર્ડાનો ૧.૧૪ ટકા વધ્યા હતા.

crypto currency bitcoin india united states of america indian economy foreign direct investment finance news reserve bank of india business news