05 February, 2025 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકાસ્થિત ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કૉઇનબેઝને યુનાઇટેડ કિંગડમ (UK)માં નિયમનબદ્ધ ક્રિપ્ટો એક્સચેન્જ તરીકે કામ કરવા માટે મંજૂરી મળી ગઈ છે. દેશની ફાઇનૅન્શ્યલ કન્ડક્ટ ઑથોરિટીએ એને વર્ચ્યુઅલ ઍસેટ સર્વિસ પ્રોવાઇડર લાઇસન્સ આપ્યું છે. UKમાં ક્રિપ્ટોના નિયમન માટેનો કાયદો ઘડાવાની તૈયારી ચાલી રહી છે ત્યારે અનેક કંપનીઓ પોતાની ક્રિપ્ટો સર્વિસિસ પૂરી પાડવા માટે UKમાં કામકાજ શરૂ કરવા ઇચ્છુક છે. કૉઇનબેઝે જણાવ્યા મુજબ લાઇસન્સ મળી જવાને પગલે હવે UKમાં એ રીટલ અને સંસ્થાકીય રોકાણકારોને ક્રિપ્ટો પ્રોડક્ટ્સ તથા સર્વિસિસ ઑફર કરી શકશે. આ લાઇસન્સ મળવાથી કૉઇનબેઝ હવે UKમાં ડિજિટલ ઍસેટ ક્ષેત્રે સૌથી મોટી પ્લેયર કંપની બની ગઈ છે. દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારનો ઘટાડો મંગળવારે મોટા ભાગે રિકવર થઈ ગયો હતો.
માર્કેટ કૅપિટલાઇઝેશન ૫.૯૮ ટકા વધ્યું હતું. બિટકૉઇન ૨૪ કલાકના ગાળામાં ૪.૮૪ ટકા વધીને ૯૯,૧૫૮ ટ્રેડ થઈ રહ્યો હતો. ઇથેરિયમમાં ૯.૮૪ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૨૭૯૪ ડૉલર પર પહોંચ્યો હતો. એક્સઆરપી ૧૭.૨૪ ટકા વૃદ્ધિ સાથે ટોચના વધનાર કૉઇનમાં સામેલ હતો. સોલાનામાં ૧૦.૫૧ ટકા અને કાર્ડાનોમાં ૧૧.૧૦ ટકા વધારો થયો હતો.